<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

ધો.૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ઉચ્ચ ક્રમાંક મેળવી રાજપીપળા મુસ્લિમ સમાજનું નામ રોશન કરતી વ્હોરા તસ્લીમ

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા:હાલમાં જ ધોરણ ૧૦ અને ૧૨નું પરિણામ આવ્યું જેમાં નર્મદા જિલ્લાનું ભૂતકાળ કરતા ઘણું ઊંચું પરિણામ આવ્યું છે અને વિદ્યાર્થીઓ તેમજ વિદ્યાર્થીનીઓ અવ્વલ આવતા જે તે શાળાના નામ ઊંચા કર્યા છે ત્યારે મુસ્લિમ પરિવારની એક દીકરીએ પણ ઊંચી ટકાવારી સાથે નામ રોશન કર્યું છે.
મુસ્લિમ સમુદાયમાં ભણતરનું પ્રમાણ ઓછું જોવા મળતું હતું અને તેમાં પણ દીકરીઓમાં તો ખુબજ ઓછું, પરંતુ હાલ મુસ્લિમ સમાજ માં ખુબ જાગૃતતા આવી છે અને ભણતર પ્રત્યે ખૂબ રસ દાખવી રહ્યા છે, રાજપીપળાની એક મુસ્લિમ પરિવારની દીકરીઓએ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની પરીક્ષામાં ખુબ ઊંચા પર્સેન્ટાઇલ મેળવી સમાજનું નામ રોશન કર્યું છે અને સમાજ સાથે જિલ્લાનું પણ ગૌરવ અપાવ્યું છે સામાન્ય પરિવારમાંથી આવતી વ્હોરા તસ્લીમ તાહિર હુસેને ૯૭.૮૫ પર્સેન્ટાઇલ સાથે નર્મદા જિલ્લામાં પાંચમું સ્થાન મેળવ્યું છે.વ્હોરા તસ્લીમે કેમેસ્ટ્રીમાં - ૯૦,ફિઝિક્સ માં - ૮૦,  બાયોલોજી માં - ૮૨ અને ગુજકેટ માં - ૮૬.૬૯ પર્સેન્ટાઇલ સાથે સમાજનું અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે


 

(1:03 AM IST)