<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

નર્મદા : દીકરી નિષ્ઠાની અસાધારણ સિદ્ધિ અન્ય વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ

કોચિંગ વગર ૯૬.૫ ટકા મેળવનાર નિષ્ઠાએ વિજ્ઞાન તથા ઉચ્ચ સનદી અધિકારી તરીકે ભાવિ ગોલ સેટ કર્યું છે: નિષ્ઠાની નિષ્ઠાપૂર્વક મહેનત રંગ લાવી : માતા-પિતા સહિત નર્મદા જિલ્લાને ગૌરવાન્વિત થવાનો અવસર

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:દરેક માતા-પિતાની ઈચ્છા-અપેક્ષાઓ હોય છે પોતાના બાળકને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ ઉપલબ્ધ કરાવીને ભવિષ્યની સાચી દિશા કંડારે, બાળક પણ અભ્યાસમાં રસ દાખવે અને સારું પરિણામ હાંસલ કરે તો એનાથી વિશેષ ગૌરવ માતા-પિતા માટે શું હોય ?

  રાજપીપલામાં સાદગીપૂર્ણ જીવન જીવતા એક સામાન્ય પરિવારની લાડકી દીકરી વાત્સલ્ય વિદ્યાલયમાં( વિસડમ સાયન્સ ગ્રુપ) અભ્યાસ કરીને ટ્યુશન વગર ધાર્યા કરતાં વધારે પરિણામ મેળવ્યું છે. રાજપીપલાની દીકરી નિષ્ઠાએ પણ ધો.૧૦ માં ૯૬.૫ ટકા સાથે (૯૯.૮૩ પર્સનટાઇલ) A-1 ગ્રેડ લાવીને પોતાના માતા-પિતા સહિત નર્મદા જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
દીકરી નિષ્ઠાના સખત અને સતત મહેનતથી પિતા પ્રવીણભાઇ વસાવાની ખુશી બે ગણી થઈ છે. નિષ્ઠા પી. વસાવાનો પ્રથમ લક્ષ્ય વિજ્ઞાન ક્ષેત્રે કારકિર્દી ઘડવાનો તેમજ બીજો ધ્યેય ઉચ્ચ સનદી અધિકારી બનવાનું છે. દીકરી નિષ્ઠાએ નિષ્ઠા પૂર્વક મહેનત કરીને ધો.૧૦ માં જે પરિણામ હાંસલ કર્યું છે તેને જોતા લાગે છે કે નિષ્ઠા માટે કોઈ પણ ધ્યેય અસંભવ નથી. અભ્યાસની સાથો સાથે રમત અને સંગીત ક્ષેત્રે પણ નિષ્ઠા ખૂબ રસ લઈને આગળ વધી રહી છે

(1:05 AM IST)