<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

રાજપીપળામાં 17.77 કરોડના ખર્ચે બનેલી,ત્રણ વર્ષથી ચાલતી ભૂગર્ભ ગટરની કામગીરી શોભાના ગાઠીયા સમાન..?!!

- ચિત્રાવાડી ખાતે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બની ગયો પરંતુ વીજ જોડાણ બાકી હોય અત્યારસુધીનું ગટરનું ગંદુ પાણી કરજણ નદીમાં છોડાઇ છે:રાજપીપળાના કેટલાક વિસ્તારો માં ભૂગર્ભ ગટરનું પાણી ઉભરાતા લોકોમાં રોષ, કોન્ટ્રાકટરનો કોઈજ કર્મચારી અહીંયા ન હોવાથી સ્થિતિ જૈસે થે

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળામાં અગાઉ ત્રણ વાર ભૂગર્ભ ગટર લાઇન નાંખવાની કામગીરી કરવામાં આવી હતી જોકે એ સમયે આ લાઈનો નિષ્ફળ ગઈ હતી અને નિષ્ણાતોના માટે રાજપીપળામાં ઉતાર ચઢાવ વાળા રોડ હોવાથી આ ગામમાં ભૂગર્ભ ગટર સક્સેસ જાય તેમ નથી ત્યારબાદ ૨૦૨૧ના વર્ષમાં ફરી ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી અને આજે ત્રણ વર્ષ બાદ કામગીરી પૂરી તો થઈ પરંતુ હજુ રાજપીપળાના ટેકરા, સિંધીવાડ, રાજેન્દ્ર નગર,નવા ફળિયા સહિત ના સાત થી આઠ વિસ્તારો માં ગટર ઉભરાતા ગંદુ દુર્ગંધ મારતું પાણી બહાર આવતા લોકો માં રોષ ફેલાયો છે કેમ કે જે કોન્ટ્રાકટરએ આ કામગીરી કરી છે તેના કોઈજ કર્મચારી અહીંયા નથી માટે ફરિયાદ કર્યા બાદ પણ કોઈ જોવા આવતું નથી જેથી આ વિસ્તારોમાં રોગચાળો ફેલાઈ તેવી પણ શક્યતાઓ નકારી ન શકાય.
જાણવા મળ્યા મુજબ રાજપીપળા પાસેના ચિત્રાવાડી ગામ પાસે બનાવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ તૈયાર થઈ ગયો છે પરંતુ વીજ જોડાણ નહિ આવતા હાલમાં ગટર નું બધું પાણી કરજણ નદી માં છોડવામાં આવતા નદી પ્રદુષિત થઈ રહી છે.કોન્ટ્રાકટર જવાબદારી માંથી છટકતા હોય એમ હાલમાં લાંબા સમયથી તેના કોઈજ કર્મચારી રાજપીપળા માં નહિ મૂકતા ઉભરાતી ગટરો કે અન્ય સમસ્યા નું કોઈજ સમાધાન થતું નથી માટે પાલિકા એ આવા કોન્ટ્રાકટર સામે કડક પગલાં લઈ યોગ્ય કામગીરી કરાવવી જોઈએ.નહિ તો આવા કોન્ટ્રાકટર ને બ્લેકલિસ્ટ કરવા જોઈએ તેવી લોકમાંગ છે.

(1:06 AM IST)