તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Tuesday, 14th May 2024
ભરુચથી નર્મદા જિલ્લો અલગ થયાના 26 વર્ષનો સમય વિતી ગયા બાદ પણ કેટલીક સુવિધા મળી નથી
-ફૂડ & ડ્રગ કચેરી ભરૂચમાં છે એ જ અધિકારીઓ નર્મદાનું સંચાલન કરે છે, નર્મદામાં ક્યારે આ કચેરી ખુલશે..?: ઘણી કચેરીઓનું નર્મદા જિલ્લામાં અસ્તિત્વ નથી અને જે કચેરીઓ ખુલ્લી છે તેમાં પણ કેટલીક કચેરીઓ ઇન્ચાર્જના ભરોસે ચાલે છે:મત બેંક ઉભી કરવા તાલુકા અલગ કરવામાં આવે છે પરંતુ તાલુકા કક્ષાની સવલતો પુરી પાડવામાં આવતી નથી

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લામાં ઘણી કચેરીઓ ખુલ્લી મુકાઇ નથી ત્યારે ભરૂચથી નર્મદા જિલ્લો છૂટો પડ્યો તેને લગભગ 26 વર્ષ વિતી ગયા બાદ પણ જિલ્લામાં પૂરી સગવડ નથી કરાઈ જેમાં ખાસ કરીને જિલ્લામાં ફૂડ એન્ડ ડ્રગ સહિતની કેટલીક કચેરીઓ ખુલ્લી મૂકાઈ નથી માટે ભરૂચ ના અધિકારીઓ નર્મદાનું સંચાલન કરે છે. સાથે સાથે નર્મદા જિલ્લામાં જે જે કચેરીઓ ચાલુ છે એ પૈકી કેટલીક કચેરીમાં ઇન્ચાર્જના ભરોસે ચાલુ છે જેમાં અન્ય જિલ્લા સાથે નર્મદાનો ચાર્જ સંભાળતા અધિકારીઓ અઠવાડિયામાં એક કે બે દિવસ અહીંયા આવે છે અને અમુક અધિકારીઓ તો પંદર દિવસે પણ આ તરફ ફરકતા હોય તો લોકો ના કામ ટલ્લે ચઢે છે.ત્યારે નર્મદા જિલ્લો અલગ થયાના 26 વર્ષ બાદ પણ આ જિલ્લામાં આવી સ્થિતિ હોય જિલ્લાના ચાર તાલુકા હતા જેમાં ગરુડેશ્વર તાલુકા અલગ કર્યા ને વર્ષો વીતી ગયા પરંતુ ત્યાં પણ તાલુકા કક્ષાની કેટલીક સુવિધા મળી નથી તો શું વોટ બેન્ક ઉભી કરવા પાંચ તાલુકા કએવામાં આવ્યા હતા..? રાજકીય નેતાઓ કે મંત્રીઓ આ મુદ્દે યોગ્ય કરે તેવી લોકમાંગ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લો અલગ થયા બાદ પણ રાજપીપળા એસટી ડેપોની બધું જ સંચાલન ભરૂચ ડિવિઝન ડેપો દ્વારા કરવામાં આવે છે, તો રાજપીપળા માં બેઠેલા ડેપો મેનેજર શું ફક્ત બસો ના રૂટ માટે જ મૂકવા માં આવ્યા છે. આમ નર્મદા જિલ્લો અલગ કર્યા ના 26 વર્ષ બાદ પણ આ જિલ્લા ને સ્વતંત્રતા મળી નથી તેવું જણાઈ રહ્યું છે.
(1:08 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
