<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

તિલકવાડાના સુરજીપુરામાં જુગાર પર પોલીસ રેઇડ : રૂ.૫,૪૪૦ ના મુદ્દામાલ સાથે 5 પકડાયા :2 નાશી છૂટયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના સુરજીપૂરા ગામમાં ચાલતા જુગાર ઉપર પોલીસે રેઇડ કરી મુદ્દામાલ સાથે પાંચ જુગારીને ઝડપી.લીધા હતા જ્યારે બે નાશી છૂટયા હતા.
   મળતી.માહિતી અનુસાર સુરજીપુરા ગામે આર.સી.સી. રોડ ઉપર ખુલ્લી જગ્યામાં સ્ટ્રીટ લાઇટના અજવાળામાં પોતાના આર્થીક ફાયદા સારૂ પતા પાનાનો હારજીત નો જુગાર રમી રમાડતા મુકેશભાઈ ભગુભાઈ ભીલ, દિલીપ ભાઈ રતનભાઈ ભીલ,રાકેશભાઇ કનુભાઇ ભીલ, અનિલ ભાઈ નાયકાભાઈ ભીલ તથા છોટાભાઇ ગોરધનભાઈ ભીલ, તમામ (રહે. સુરજીપુરા.તા.તિલકવાડા જી.નર્મદા )ને પોલીસે પકડી પાડયા હતા તેમની અંગ ઝડતી માંથી રોકડા રૂ. ૧૯૨૦ તથા દાવ ઉપરના રૂ.૫૨૦ મળી કુલ જુગારના રોકડા રૂ.૨,૪૪૦ તથા એક એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૩,૦૦૦ મળી કુલ કિ.રૂ.૫,૪૪૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા,જ્યારે વિષ્ણુભાઈ ગોકુળભાઈ ભીલ(રહે,સુરજીપુરા )અને દિનેશભાઈ કાળુભાઈ ભીલ (રહે.સુરજીપુરા) નાઓ ભાગી જતાં બંને ને વોન્ટેડ જાહેર કરી તિલકવાડા પોલીસે ગુનો દાખલ કર્યો છે.


 

(1:09 AM IST)