<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

નરખડી ગામની નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન થતું અટકાવવા ગ્રામજનોએ કલેકટરને આપ્યું આવેદન

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના નરખડી ગામની નર્મદા નદીમાંથી ગેરકાયદેસર રેતી ખનન થતું અટકાવવા ગ્રામજનોએ નર્મદા કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે
   નાંદોદ તાલુકાના કોંગ્રેસ સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ વસાવાની આગેવાની હેઠળ ગ્રામજનો એ આપેલા આ આવેદનમાં જણાવ્યા મુજબ નાંદોદ તાલુકાના નરખડી ગામમાં આવેલી નર્મદા નદીના બ્રિજ નીચે અમુક માથાભારે અસામાજિક તત્વો ખનન માફીયાઓ દ્વારા બિન અધિકૃત રીતે રેતી ખનન કરતા હોય, આ મુદ્દે વારંવાર રજુઆત કરવા છતાં સરકારી માલ,મિલકત તથા રોયલ્ટી ની ચોરી કરવા છતાં કોઈજ પગલાં લેવાતાં નથી
વધુમાં જે તે જગ્યા પર સરકાર તરફથી લિઝ ફાળવી નથી તેમ છતાં ત્યાં રેતી ખનન કરવામાં આવી રહ્યું છે, માટે તેને રોકવા માટે કાયદેસર કાર્યવાહી કરવા આવેદન દ્વારા રજુઆત કરવામાં આવી છે.

(1:11 AM IST)