<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

નર્મદામાં સતત ચાર દિવસથી થતા અકસ્માતમાં 5 લોકોના મોત : બાઈક ચાલકે રાહદારીને ઉડાડતા મોત

નર્મદા પોલીસ દરેક તાલુકામાં કેફી પીણું પી ગાડી ચલાવતા કે બેફિકરાઈથી ગાડી ચલાવતા ચાલકો વિરૂદ્ધ દરરોજ અનેક કેસો કરે છે છતાં અકસ્માતો ઘટવાના બદલે વધે છે

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લામાં સતત ચાર પાંચ દિવસથી એક બાદ એક રોડ અકસ્માત પોલીસ ચોપડે નોંધાઈ રહ્યા છે જેમાં પાંચ લોકોના મોત પણ થયા છે જ્યારે કેટલાક ઇજાગ્રસ્ત થયા છે.હાલમાં તિલકવાડા તાલુકા માં થયેલા અકસ્માતમાં એક ઇસમનું મોત નિપજ્યું હતું.
સૌથી પહેલા રાજપીપળા કાળિયા ભૂત પાસે થયેલા અકસ્માતમાં કાર ચાલકે રોડની બાજુમાં સૂતેલા દંપતી પર ગાડી ચઢાવી દેતા ઘટન સ્થળે જ દંપતીના મોત થયા હતા ત્યારબાદ આમલેથા અને તિલકવાડા તાલુકામાં થયેલા અકસ્માતમાં એક મહિલા સહિત બેના મોત થયા અને ગતરોજ તિલકવાડા તાલુકાના કામસોલી ગામની સીમ પાસેના પેટ્રોલપંપ પાસે થયેલા એકસીડન્ટમાં સંજયભાઈ મોહનભાઈ તડવી( રહે,ટેકરા કામસોલી તા.તિલકવાડા જી.નર્મદા )ની ફરિયાદ મુજબ કોઈ અજાણ્યો મોટર સાયકલ ચાલક નંબર- GJ.22.R. 3745 નો ચાલક પોતાના કબ્જાની મોટર સાયકલ પુરઝડપે હંકારી લાવી હાઇવે રોડે ચાલતા જતા રાહદારી સંજયભાઈ ના કાકાના દિકરા જગદીશભાઈ જયંતિભાઈ તડવી (ઉ.વ. ૪૦) સાથે એક્સીડન્ટ કરી તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહોચાડી સ્થળ ઉપર મોત નીપજાવી મોટર સાયકલ સ્થળ પર મુકી ભાગી જતા તિલકવાડા પોલીસે ગુનો નોંધી મોટરસાઇકલ ચાલક ની શોધખોળ આદરી છે.
 નર્મદા પોલીસ દરેક તાલુકામાં કેફી પીણું પી ગાડી ચલાવતા કે બેફિકરાઈથી ગાડી ચલાવતા ચાલકો વિરૂદ્ધ દરરોજ અનેક કેસો કરે છે છતાં અકસ્માતો ઘટવાના બદલે વધે છે તો આવા કેસો કરવાનો શું મતલબ..?

(1:14 AM IST)