<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

ભુપેન્‍દ્રભાઇએ વાવાઝોડા - વરસાદની સ્‍થિતીની સમીક્ષા કરી : તલસ્‍પર્શી માહિતી મેળવી

કાર્યકારી મુખ્‍ય સચિવ સુનયના તોમરને દિશાનિર્દેશ આપ્‍યા : રાહત કમિશનર આલોક પાંડેએ માહિતી આપી

રાજકોટ, તા.૧૪: મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે રાજ્‍યમાં કાલે સાંજે વરસાદ અને પવન ફૂંકાવાથી સર્જાયેલી સ્‍થિતિની સમિક્ષા તાત્‍કાલિક હાથ ધરવા, કાર્યકારી મુખ્‍ય સચિવ શ્રીમતિ સુનયના તોમરને દિશાનિર્દેશ આપ્‍યા હતાં.

જ્જ મુખ્‍યમંત્રીશ્રીના આ દિશાનિર્દેશને પગલે સુનયના તોમરે અસરગ્રસ્‍ત જિલ્લાના કલેક્‍ટરશ્રીઓ સાથે વિડિયો કોન્‍ફરન્‍સ યોજીને તેમના જિલ્લામાં થયેલા વરસાદ, પવન અને વીજળીની સ્‍થિતિ વગેરેની તલસ્‍પર્શી મહિતી મેળવી હતી.

જ્જ તેમણે જિલ્લા તંત્રવાહકોને એલર્ટમોડ પર રહેવા અને હવામાન વિભાગની આગાહી અનુસાર આગોતરા આયોજન માટે પણ માર્ગદર્શન આપ્‍યુ હતું.

જ્જ રાહત કમિશનર આલોક પાંડેએ આ સમિક્ષા બેઠકની વિગત આપતા કહ્યું કે, રાજ્‍યમાં કુલ ૪૧ તાલુકાઓમાં બે(૨) મિલિમીટર થી લઇને ૩૮ મિલિમીટર જેટલો વરસાદ વરસ્‍યો છે.

જ્જ વરસાદ સાથે પવનની ગતિ પણ વધી હતી અને વીજળી પડવાને કારણે રાજ્‍યમાં બે માનવ મળત્‍યુ નોંધાયા છે.

જ્જ પવનને કારણે ૨૪૯ ગામોમાં વીજ પુરવઠાને અસર પડી હતી, તે તાત્‍કાલિક પૂર્વવત કરી દેવામાં આવી છે.

જ્જ મુખ્‍યમંત્રી શ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલે સ્‍ટેટ ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર તથા જિલ્લાઓના કંટ્રોલરૂમ સતત કાર્યરત રહે તેમજ કયાંય જાનહાની ન થાય અને માલ-મિલકતને ઓછામાં ઓછું નુકશાન થાય તેવી વ્‍યવ્‍સ્‍થાઓ સુનિશ્ચિત કરવા પણ કાર્યકારી મુખ્‍ય સચિવશ્રીને સુચના આપી છે.

(9:47 AM IST)