<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

યુવા પેઢીને ઝેર (ડ્રગ્‍સ) પીરસતા ૬૬ ડ્રગ્‍સ પેડલરો જેલ મુક્‍તિ બાદ સખણા બેઠા છે કે, જૂના ધંધામાં કાર્યરત છે? ક્રાઇમ બ્રાન્‍ચ દ્વારા કલાકો સુધી આકરી પૂછપરછ

ચૂંટણી અને અન્‍ય મહત્‍વના બંદોબસ્‍તમાંથી રાહત મળતા સીપી જ્ઞાનેન્‍દ્રસિંહ મલ્લિક ટીમ દ્વારા મહત્ત્વનો પ્રયોગ હાથ ધરાયો : બે મહિલા સહિત ૧ ડઝન વિવિધ વિસ્‍તારના ૧ ડઝન બૂટલેગરોને સંકજામાં લીધા બાદ ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલના માર્ગદર્શન અને ડીસીપી અજિત રાંજિયાનનાં નેતળત્‍વ હેઠળ એસીપી ભરત પટેલ ટીમની કાબિલેદાદ કામગીરી

રાજકોટ તા. ૧૪ લોકસભાની ચૂંટણી બંદોબસ્‍ત અને મહત્‍વના બંદોબસ્‍તમાંથી રાહત મળતા જ અમદાવાદ પોલીસ કમિ‘ર તરીકે કેન્‍દ્રીય મંત્રી દ્વારા થયેલ ખાસ પસંદગી સાર્થક કરવા પોતાને મળેલ ફરીયાદો અંતર્ગત શહેરના વિવિધ વિસ્‍તારમાં બે મહિલા બૂટલેગર સહિત ૧ ડઝન બૂટલેગરોને ડીસીબી જે ક્રાઇમ બ્રાન્‍ચ તરીકે જાણીતી છે તેમના મારફત મુદ્દામાલ સાથે દબોચી લીધા બાદ હવે તેમના રડારમાં યુવા પેઢીઓના ઝેર અર્થાત્‌ ડ્રગ્‍સનુ વેચાણ કરવા માટે કુખ્‍યાત અને ભૂતકાળમાં પોલીસ ચોપડે ચઢેલા ડ્રગ્‍સ પેડલારો સુધર્યા છે કે કેમ? તે તપાસ કરવા સૂચવ્‍યું હતું.     

અમદાવાદ ક્રાઇમ બ્રાન્‍ચ વડા શરદ સિંઘલ કે જે સુરત ક્રાઈમ બ્રાન્‍ચ વડા તરીકે તત્‍કાલીન સુરત સીપી અજય તોમરનાં માર્ગદર્શનમાં આવી ઝુંબેશ ચલાવવાનો અનુભવ ધરાવે છે તેમના માર્ગદર્શન નીચે ક્રાઇમ બ્રાન્‍ચ ડીસીપી અજિત રાંજીયાનનાં નેતળત્‍વ હેઠળ આ નવતર પ્રયોગ એસીપી ક્રાઇમ ભરત પટેલ સહિતની ટીમે હાથ ધરેલ.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્‍ચ દ્વારા એન.ડી.પી એસ.,એકટના ગુનામાં સંડોવાયેલ અને જામીન પર મુક્‍ત થયેલ ૬૬ જેટલા આરોપીઓ તેમજ શકમંદ પેડલર્સની સરઙ્ઘાઈઝ ચેકીંગના ભાગરૂપે, અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્‍ચની કચેરી ખાતે બોલાવી, ક્રાઇમ બ્રાન્‍ચના અધિકારીશ્રીઓ દ્વારા જરૂરી પૂછપરછ હાથ ધરવામાં આવેલ. તેમજ તમામને ગે.કા. પ્રવળત્તિથી દૂર રહેવા જણાવવામાં આવેલ. આ પૂછપરછ દ્વારા ઘણી મહત્‍વની માહિતી મેળવવામાં આવેલ છે. જેના આધારે ડ્રગ્‍સ વિરૂધ્‍ધની લડાઈમાં અસરકારક બનનાર છે.

આજ પ્રકારે આવનાર સમયમાં અલગ- અલગ હેડ હેઠળના ગુન્‍હાઓમાં સંડોવાયેલ વ્‍યકિતઓની સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરવામાં આવનાર છે.

(12:12 PM IST)