તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 14th May 2024
અમદાવાદમાં એએમટીએસ બસની સ્પીડમાં ઘટાડો : ૪૦-૪૫ કરવામાં આવી

અમદાવાદ, તા.૧૪: અમદાવાદમાં એએમટીએસ બસની સ્પીડ ઘટાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વારંમવાર થતા અકસ્માતના કારણે એએમટીએસ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. અને ખાનગી બસ દ્વારા અકસ્માત થાય તો તેમનો દંડ વધારો કરવામાં આવ્યો છે.
અમદાવાદમાં રવિવારની રાત્રે એએમટીએસ દ્વારા કુલ ૭ લોકોને વધારે સ્પીડના કારણે અકસ્માત થયો હતો. અને લોકોને ઈજા પહોંચી હતી. તેના કારણે એએમટીએસ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. જેમાં હવે એએમટીસ દ્વારા વધારે સ્પીડથી બસ મનફાવે તેમ દોડાવી શકશે નહી. તેમની જે પહેલા સ્પીડ હતી તેના ઘટાડી દેવામાં આવી છે. પહેલા બસની સ્પીડ ૫૦ - ૬૫ની હતી. હવે તે બસની સ્પીડ ઘટાડીને ૪૦-૪૫ કરવી દેવામાં આવી છે.
અમદાવાદમાં રવિવારના રાત્રે જે અકસ્માત થયો હતો. તે બસની બ્રેક ફેલ થઈ જતા થયો હતો. અને બસની ખૂબ સ્પીડમાં હતી.તેથી એએમટીએસ દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે. જેના કારણે એએમટીએસ દ્વારા તથા અકસ્માતને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવી રહ્યો છે. ખાનગી બસોને પણ દંડ વધારી દેવામાં આવ્યો છે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
