તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Tuesday, 14th May 2024
પીએસઆઇની જગ્યા માટે ૯.૮૩ લાખ અરજીઓ આવીઃ સપ્ટેમ્બર સુધી અરજીઓ સ્વીકારાશેઃ હસમુખ પટેલ
રાજયમાં પોલીસ ભરતીની શારીરીક કસોટી ઓકટોબર-નવેમ્બરમાં યોજાશે

ગાંધીનગર, તા., ૧૪: પોલીસ રીક્રુટમેંટ બોર્ડના વડા આઇપીએસ હસમુખ પટેલે માહીતી આપી છે કે બોર્ડને પોલીસ સબ ઇન્સ્પેકટરની જગ્યા માટે ૪.પ૦ લાખ અને લોકરક્ષક દળ જવાનની ભરતી માટે ૯.૮૩ લાખ અરજીઓ મળી છે.
અરજી માટેનો સમયગાળો ૪ થી ૩૦ એપ્રિલ હતો. જયારે ફી ભરવાની છેલ્લી તા.૭ મે હતી. આગામી ઉનાળા અને ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને અમે શારીરીક પરીક્ષાનું આયોજન ચોમાસા પછી રાખ્યુ અને તેથી આગામી ઓગષ્ટ સપ્ટેમ્બરમાં વધુ અરજીઓ સ્વીકારવામાં આવશે.
હસમુખ પટેલે વધુમાં કહયું યુવાઓનો એક પ્રશ્ન હતો કે તેઓ આ વર્ષે ૧ર મુ ધોરણ કે ગ્રેજયુએશન પાસ કરે તો તેઓ અરજી કરી શકે કે નહી? તેમને ખાત્રી આપવામાં આવે છે કે આ વર્ષના સપ્ટેમ્બરમાં તેઓ અરજી કરી શકશે અને તે વખતે જેઓ પાત્રતા ધરાવતા હશે તેમને અરજી કરવા દેવામાં આવશે.
પટેલે કહયું કે બોર્ડ ૧પ સપ્ટેમ્બર સુધીમાં પ્રક્રિયા પુર્ણ કરી લેવા માંગે છે અને શારીરીક કસોટી આ વર્ષના ઓકટોબર નવેમ્બરમાં આયોજીત થઇ શકે છે.
(3:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
