<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

પોઇચા ખાતે નર્મદામાં ૮ લોકો ડુબ્‍યા એકને બચાવાયો : ૭ ની શોધખોળ

મૂળ અમરેલી જિલ્લાના વતની હાલ સુરત રહેતા લોકો નદીમાં ગરક થયાઃ તંત્ર ઘટના સ્‍થળે

 

અમદાવાદ,તા.૧૪:ગુજરાતમાં અનેક વખત નદી કે કેનાલમાં ડૂબી જવાના બનાવો બનતાં હોય છે. ત્‍યારે પોઈચાની નર્મદા નદીમાં સુરતના આઠ પ્રવાસીઓ ન્‍હાવા ગયા હતાં અને નદીમાં ગરકાવ થઈ ગયા હોવાની ઘટના બની છે. આ આઠ પ્રવાસીઓમાં ૩ નાનાં બાળકો સહિત ૭ લોકો હોવાનું જાણવા મળ્‍યું છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે સુરત રહેતા ૮ પ્રવાસીઓ પોઇચા ફરવા આવ્‍યા હતા. અમરેલી જિલ્લાનાં મૂળ વતની અને હાલ સુરત રહેતા પ્રવાસીઓ નદીમાં નાહવા પડતા પાણીમાં ગરકાવ થયા છે. આ પ્રવાસીઓએ બચાવો બચાવોની બૂમો પાડતાં સ્‍થાનિક નાવિકો પણ તેમને બચાવવા માટે પાણીમાં કૂદી ગયા હતાં. સ્‍થાનિકોએ આ આઠ પ્રવાસીઓમાંથી એક પ્રવાસીને ડૂબતાં બચાવી લીધો હતો. પોઈચાની નર્મદા નદીમાં આ ઘટના બનતાં તંત્રના અધિકારીઓ અને પોલીસ દોડી ગઈ હતી. રાજપીપળા ટાઉન પોલીસ, નગર પાલિકાના ફાયર ફાઈટરો ઘટના સ્‍થળે પહોંચી ગયાં છે અને નદીમાં ગરકાવ થયેલા સાત પ્રવાસીઓની શોધખોળ શરૂ કરી દેવામાં આવી છે

(4:03 PM IST)