<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

રાજ્યમાં વીજળી ત્રાટકવાના બનાવમાં કુલ પાંચના મોત

રાજ્યમા વાવાઝોડાના કારણે રીતસરની તારાજી સર્જાઈઃવાવાઝોડાના લીધે વીજળી પડવાના જુદા-જુદા પાંચ બનાવમાં કુલ પાંચના મોત થયા છે. તેમા એકલા ત્રણના મોત તો નર્મદા જિલ્લામાં જ થયા હતા

નર્મદા,તા.૧૪

રાજ્યમાં ગઇકાલથી ફૂંકાયેલા વાવાઝોડાના કારણે રાજ્યમાં રીતસરની તારાજી સર્જાઈ હતી. વાવાઝોડાના લીધે વીજળી પડવાના જુદા-જુદા પાંચ બનાવમાં કુલ પાંચના મોત થયા છે. તેમા એકલા ત્રણના મોત તો નર્મદા જિલ્લામાં જ થયા હતા.

નર્મદા જિલ્લાના ડેડિયાપાડાના બે ગામોમાં વીજળી પડતા બે બાળકો સહિત ત્રણના મોત થયા હતા. દાભવણ ગામે વીજળી પડતા બે બાળકોના મોત થયા હતા. બેને ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કુકરદા ગામે પણ વીજળી પડતા એકનું મોત થયું હતું.

રાજ્યમાં જુદાં-જુદાં સ્થળોએ વીજળી પડવાથી કુલ બેના મોત થયા છે. આ ઉપરાંત સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામમાં વીજળી પડતા મહિલાનું મોત થયું છે. કડાકાભડાકા સાથે વરસાદ ખાબક્યો છે. સુજાનગઢ ગામે વીજળી પડતા મહિલાનું મોત થયું છે.

અરવલ્લીમાં બાઇક સવાર પર વીજળી પડતાં તેનું મોત થયું હતું. ખેતરમાં મહિલા પર વીજળી પડતા મોત થયું છે. આ ઉપરાંત બનાસકાંઠાના ભાભરમાં વીજળી પડતા કેટલાક પશુઓના મોત થયા હતા. ખેતરમાં ગાય અને ભેંસ પર વીજળી પડી હતી.

 

(7:43 PM IST)