<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 14th May 2024

તિલકવાડા તાલુકામાં દીપડાઓનો આતંક યથાવત : એક જ રાતમાં બે વિસ્તારમાં પશુઓ ને બનાવ્યા શિકાર

એક દિવસ પહેલાં જ એક દીપડો પાંજરે પુરાયો અને બીજા જ દિવસે આ ઘટના બનતા ગ્રામજનોમાં ફફડાટ:હીજડા મુહુડી ગામે ઘર નજીક બાંધેલ એક બકરું અને એક લવારૂ તથા ચિત્રાખાડી ગામથી એક બકરાને દીપડાએ બનાવ્યો શિકાર

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:તિલકવાડા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓનો આતંક જોવા મળી રહ્યો છે વારંવાર આ દીપડાઓ પશુઓને શિકાર બનાવી રહ્યા છે જાણે તિલકવાડા તાલુકામાં દીપડાઓની વસ્તીમાં ખૂબ જ વધારો થયો હોઈ તેમ લાગી રહ્યું છે ત્યારે ફરી એક ઘટના સામે આવી છે જે ઘટનામાં તિલકવાડા તાલુકાના ચિત્રાખાડી ગામથી એક વાછરડાને દીપડાએ શિકાર બનાવ્યો છે તો બીજી તરફ હિજડા મહુડી ગામેં એક બકરી તથા એક લવારાને દીપડાએ શિકાર બનાવતા આ વિસ્તારમાં ભય જોવા મળી રહ્યો છે

    અત્રેઉલ્લેખનીય છે કે તિલકવાડા તાલુકામાં છેલ્લા કેટલાક સમયથી દીપડાઓનો આતંક જોવા મળી રહ્યો છે રોજ રોજ આ દિપડાઓ પશુઓને શિકાર બનાવી રહ્યા છે હાલ થોડા દિવસ અગાઉ વંઢ નજીક 35 વર્ષીય યુવાનને દીપડાએ  શિકાર બનાવ્યો હતો ત્યારે ફોરેસ્ટ વિભાગ દ્વારા વિસ્તારમાં પીંજરા તથા કેમેરા લગાડી એક દિપડાને રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો આ દીપડાને રેસ્ક્યુ કરવામાં હજુ એક જ દિવસ થયો છે ત્યાં ફરી પશુઓને શિકાર બનાવવાની ઘટનાઓ સામે આવી છે.

આ ઘટનામાં મળતી માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના હીજડા મહુડી ગામે રહેતા ઈશ્વરભાઈ વસાવા જેવો ખેતી અને પશુપાલન કરીને પોતાનો જીવન નિર્વાહ કરે છે તેઓ ગત રોજ રાબેતા મુજબ સાંજના સમયે પોતાના ઘર પાસે બકરાઓને બાંધેલ ત્યારે મોડી રાત્રીના દીપડાએ હુમલો કરી બે વર્ષની બકરી તથા ચાર મહિનાના લવારાને શિકાર બનાવ્યો,તો બીજી બાજુ ચિત્રાખાડી ગામે મુકેશભાઈ ભીલના ઘર નજીક બાંધેલી અંદાજીત બે વર્ષીય વાછરડી ને દીપડાએ શિકાર બનાવી છે. ઘટના ને પગલે આ વિસ્તારમાં ડર ફેલાયો છે,  ત્યારે વહેલી તકે પાંજરા મૂકી આ દીપડાઓને પણરેસ્ક્યુ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.

(10:28 PM IST)