<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

આજે પણ બપોર બાદ માવઠાની સંભાવના

અમદાવાદ,તા. ૧૬: રાજ્‍યમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં  પલટો જોવા મળ્‍યો છે. જેના લીધે અનેક વિસ્‍તારોમાં કમોસમી પડ્‍યો છે. ત્‍યારે વરસાદ હવામાન વિભાની આગાહી મુજબ આજે પણ રાજ્‍યમાં વરસાદ પડી શકે છે. રાજ્‍યના ત્રણ જિલ્લામાં આજે કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહી છે.

હવામાન વિભાગના અનુમાન મુજબ આજે કચ્‍છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્‍ટ્ર, દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્‍તારોમાં છુટોછવાયો વરસાદ થાય તેવી સંભાવના છે. અમદાવાદ, આણંદ અને ખેડામાં હળવો વરસાદ વરસી શકે છે. ઉલ્લેખનિય છે કે,ગુજરાતમાં આગામી ૪ દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના અનુમાન અનુસાર ૧૭મે સુધી દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં સામાન્‍ય વરસાદ બપોર બાદ પડે તેવો અનુમાન છે. રાજ્‍યમાં હાલ વરસાદી વાતાવરણ વચ્‍ચે ગરમીનો પ્રકોપ યથાવત છે.

૧૦ શહેરોનું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોંચ્‍યુ છે. બે શહેરોમાં ૪૩ ડિગ્રીથી વધુ તો ત્રણ શહેરોમાં ૪૨ અને પાંચ શહેરોનું મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર પહોંચ્‍યું છે. બુધવારે કચ્‍છ-સૌરાષ્‍ટ્ર અગનવર્ષામાં શેકાયું હતું. રાજકોટ અને સુરેન્‍દ્રનગરનમાં મહત્તમ તાપમાન ૪૩ ડિગ્રીને પાર થતા ઓરેન્‍જ એલર્ટ જાહેર કરવામાં આવ્‍યું હતું. તો કચ્‍છ, પોરબંદર અને ભાવનગર બે દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં પણ સામાન્‍ય કરતા બે ડિગ્રી તાપમાન વધ્‍યું છે. અમદાવાદનું મહત્તમ તાપમાન ૩૯.૫ પહોંચ્‍યું છે. તો પાટનગર ગાંધીનગરમાં પણ મહત્તમ તાપમાન ૩૯.૨ ડિગ્રી નોંધાયું છે.

(2:44 PM IST)