News of Thursday, 16th May 2024
અમદાવાદના સ્પેશ્યલ પોલીસ કમિશ્નર અજય ચોધરીનું ફેક એકાઉન્ટ બન્યું...રકમની માંગણી
સાવધાન મારા નામે કોઈ મેસેજ મોકલે તો અવગણના કરી, ફેસબુકને પણ ડાયરેક્ટ રિપોર્ટ કરવા લોકપ્રિય આઇપીએસ અધિકારીની અપીલ

રાજકોટ તા. અમદાવાદના સ્પેશ્યલ પોલીસ કમિશનર એવા વિશાળ શુભેચ્છક વર્ગ ધરાવતા લોકપ્રિય આઇપીએસ અધિકારીના નામનું નકલી ફેસ બુક એકાઉન્ટ થયું છે.
નકલી ફેસબૂક એકાઉન્ટ્સ બનાવનારા દ્વારા પોતાના નામે વિવિધ કારણો રજૂ કરી માંગણી કરવામાં આવે છે, જે સામે લોકો સાવધ રહે,અને કોઈ વાતમાં ફસાય નહિ તેવી પણ અપીલ પણ અકિલાનાં માધ્યમ દ્વારા કરવામાં આવી છે , કોઈ દ્વારા આવી માંગણી મળી હોય તો ડાયરેક્ટ ફેસબૂકને જાણ કરવા અપીલ કરવામાં આવેલ છે,આવા તત્વો વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી થયેલ છે,અને આવા તત્વો કાયદાની ચુંગાલમાં ન આવે ત્યાં સુધી લોકો સાવધ રહે અને બીજાને પણ સાવધ. કરે તે જરૂરી છે.
(6:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
