<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th May 2024

ધોરણ 10 અને 12ની પૂરક પરિક્ષાની તારીખ જાહેર : આગામી 24 જૂનથી પૂરક પરીક્ષા યોજાશે

ધોરણ-10, ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું વિગતવાર સમયપત્રક આગામી સમયમાં જાહેર ક૨વામાં આવશે.

અમદાવાદ : ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાને લઈ મહત્વના સમાચાર સામે આવ્યો છે. 24 જૂનથી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા યોજાશે. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા તારીખ જાહેર કરાઈ છે. બોર્ડ દ્વારા વિગતવાર સમયપત્રક જાહેર થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, પૂરક પરીક્ષાની વિષયની સંખ્યામાં આ વર્ષથી જ વધારો કરાયો છે

   ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની અખબારી યાદી જણાવ્યું છે કે, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા વિનિયમો 2005ના વિનિયમ 16 (1) ની જોગવાઈ અનુસાર ધોરણ-10, ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહ તેમજ સંસ્કૃત પ્રથમા અને સંસ્કૃત મધ્યમા માટેની પૂરક પરીક્ષા તા.24/06/2024થી યોજવામાં આવશે. ધોરણ-10, ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉચ્ચત્તર ઉત્તર બુનિયાદી પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું વિગતવાર સમયપત્રક આગામી સમયમાં જાહેર ક૨વામાં આવશે.

  માર્ચ મહિનામાં ગુજરાત માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો. 10 ની પરીક્ષા લેવામાં આવી હતી. જેમાં ધો. 10 નું પરિણામ જાહેર થતા શાળાઓમાં કહી ખુશી કહી ગમનો માહોલ જોવા મળ્યો હતો. ગુજરાત માધ્યમિક તેમત ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા થોડા સમય પહેલા જ ધો.12 નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ત્યારબાદ બોર્ડ દ્વારા ધો.10નુ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. રાજ્યમાં ધો. 10માં કુલ 9.17 લાખ વિદ્યાર્થીઓએ 981 કેન્દ્રોનાં 31829 પરીક્ષા આપી હતી.

 


 

(8:43 PM IST)