તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Thursday, 16th May 2024
ગરુડેશ્વરના ઓરપા ગામે નજીવી બાબતે ધારિયું મારી ધમકી આપનાર ચાર વિરૂદ્ધ ફરિયાદ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ઓરપા ગામમાં નજીવી બાબતે એક શખ્શને ધારિયું મારું ધમકી આપનાર ચાર સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
મળતી માહિતી અનુસાર તિલકદાસ રવીદાસભાઈ તડવી( રહે.ઓરપા આંબલી ફળીયુ, તા.ગરૂડેશ્વર, જી.નર્મદા) નાઓએ આપેલ ફરિયાદ મુજબ તેઓ પોતાના ઘરેથી મોટર સાયકલ લઈને ગામમાં લગ્ન પ્રસંગ હોય જે લગ્ન પ્રસંગમાં જતા હતા તે વખતે (૧) ચંદ્રશેખર ઉર્ફે સંજય ભાઈ ગુમાનભાઈ તડવી (૨) ગુમાનભાઈ મનસુખભાઈ તડવી (૩) અનિલભાઈ રઘુભાઈ તડવી (૪) રઘુભાઈ મનસુખભાઈ તડવી (તમામ રહે,ઓરપા તા. ગરૂડેશ્વર જી.નર્મદા) નાઓ રોડ ઉપર ઉભા રહી તેમને બુમો પાડી ઉભો રાખી કહેતા હતા કે, તારે આ બાજુ આવવુ નહી અને તને લગ્ન પ્રસંગમાં કોણે આમંત્રણ આપ્યુ છે તેમ કહી બોલાચાલી કરી ગાળો બોલી ગુમાન તડવી એ ધારીયુ ઉંધુ કરી જમણા ખભાના ભાગે એક સપાટો મારી દઈ તેમજ બાકીના ત્રણે તેમને ઢીકાપાટુનો માર મારી આજે તો તુ બચી ગયો છે બીજી વાર અમોને મળશે તો અમો તને જાનથી મારી નાખીશુ તેવી ધમકીઓ આપી ગુનો કરતા ગરુડેશ્વર પોલીસે ચાર વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે
(11:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
