News of Friday, 17th May 2024
આજે અમદાવાદ, બનાસકાંઠા, તાપી જીલ્લામાં માવઠાની : વલસાડ જિલ્લામાં હીટવેવની આગાહી
કચ્છ, ગીર સોમનાથ, સુરત, ભાવનગર, પોરબંદરમાં ગરમીની યેલો એલર્ટની ચેતવણી

અમદાવાદ તા. ૧૭ : હવામાન વિભાગ દ્વારા આજે ગુજરાતના અમદાવાદ, બનાસકાંઠા અને તાપી સહિતના જિલ્લાઓમાં માવઠાની શકયતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે જ વલસાડ જિલ્લામાં ૩ દિવસ સુધી સેવર હીટવેવની સંભાવના વ્યક્ત કરાઈ છે. આ સિવાય કચ્છ અને પોરબંદર સહિતના જિલ્લાઓમાં ભીષણ ગરમી પડી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા ઙ્કમાણે, આજથી ૧૯ મે સુધી વલસાડમાં સેવર હીટવેવની અસર જોવા મળી શકે છે. આ સિવાય કચ્છ, ગીર સોમનાથ, સુરત, ભાવનગર, પોરબંદરમાં હીટવેવને લઈને યેલો એલર્ટ જારી કરાયું છે. અહીં આગામી ૩ દિવસ તાપમાનમાં ૩ ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે.
રાજ્યના દરિયાકાંઠા અને તેની નજીકના વિસ્તારોમાં ભેજયુક્ત હવામાનની સાથે ગરમ પવન ફૂંકાઈ શકે છે. જેમાં વલસાડ, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, પોરબંદર, કચ્છ, સુરત, નવસારી, આણંદ, ભરૂચ, જામનગર, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, મોરબી, અમદાવાદ, બોટાદ અને વડોદરામાં ઉષ્ણ અને ભેજયુક્ત હવામાનની ચેતવણી આપવામાં આવી છે.
(1:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
