News of Friday, 17th May 2024
ગોકળપુરામા પૂર્વ સરપંચની હત્યા બાદ મામલો બિચક્યો
પોલીસ પર પથ્થરમારામાં ૨ કર્મીને ઇજાઃગોકળપુરામાં પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને ટિયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી

ગોકળપુરા, તા.૧૭
પંચમહાલના ગોકળપુરામાં પોલીસ પર પથ્થરમારો થયો છે. જેમાં ૨ પોલીસકર્મીના માથાના ભાગે ઈજા પહોંચી છે. સ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસને ટિયર ગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. ટોળુ વિખેરવા પોલીસે બળપ્રયોગ કર્યો હતો. જ્યારે પૂર્વ સરપંચની હત્યા બાદ મામલો બિચક્યો હતો. સાથે જ આરોપીના ઘર સામે જ અંતિમ સંસ્કારની માગ કરવામાં આવી રહી છે.
શહેરાના ગોકળપુરા ગામમાં હત્યાની ઘટના સામે આવી છે. પશુ ચરાવવા જેવી બાબતે પૂર્વ સરપંચની હત્યા કરાઇ હતી. માથામાં લાકડીના ફટકા મારી ઘાતકી હત્યા કરાઇ હતી. ખેતરમાં પશુઓ નહીં ચરાવવા બાબતે ઠપકો આપતા હત્યા કરાઇ હતી. પોલીસ મથકે ૩ વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. જ્યારે આરોપી ચંદુ ભરવાડને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયો છે. પૂર્વ સરપંચના પરિવારજનો સહિત ૩ લોકો ઇજાગ્રસ્ત છે.
હત્યાની ઘટનાને પગલે ગોકળપુરામાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ છે. ગોકળપુરામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. પૂર્વ સરપંચની અંતિમ ઘડી વખતે પરિવારના આક્રંદનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પોલીસે સમગ્ર મામલે ફરિયાદ નોંધવા સહિતની કામગીરી હાથ ધરી છે.
શહેરાના ગોકળપુરા ઢોર નહીં ચરાવવા બાબતે થયેલી બોલાચાલી હિંસક મારામારીમાં પરિણમી હતી. આ મામલે શહેરા પોલીસ મથકે ત્રણ વ્યક્તિઓ સામે હત્યાનો ગુનો નોંધાયો છે. પોલીસે હત્યાના મુખ્ય આરોપી ચંદુ ભરવાડને ગણતરીના કલાકોમાં ઝડપી લીધો હતો. આ ઘટનામાં ગોકળપુરા ગામના પૂર્વ સરપંચ દિનેશ બારીયાનું મોત નીપજ્યું છે. મારામારીની ઘટનામાં દિનેશ બારીયાને માથાના ભાગે અને આંખોના ભાગે લાકડીઓના ફટકા મારતા ગંભીર ઈજાઓ પહોંચી હતી. હત્યાના બનાવમાં ઉજડાનો ચંદુ ભરવાડ, શૈલેષ ભરવાડ, ગોવિંદ ભરવાડ સામે શહેરા પોલીસ મથકે ગુનો નોંધાયો છે.
(7:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
