News of Friday, 17th May 2024
રાજપીપળાથી કેળા ભરવા જતી ટ્રકની કેબીન પર બેસતા મજૂરો મરવાની અનેક ઘટના બાદ પણ સ્થિતિ જૈસેથે
૨૦૧૭માં કેળા ભરી આવતી ટ્રક ઉપર બેસેલા બે મજૂરોને નીકોલી ગામે વીજ વાયરનો કરંટ લાગતા મોત થયું હતું, ત્યારબાદ ૨૦૨૧માં રાજપીપળામાં કેળાની ટ્રક ઉપર બેઠેલા ૧૭ વર્ષીય તરુણને કરંટ લાગતા મોત થયું હતું: અવાર નવાર આવી ઘટના માં મજૂરો એ જીવ ગુમાવ્યા હોવા છતાં કેળાના વેપારીઓ કે પોલીસ કેમ સજાગ થતી નથી..??!!

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળાથી કેળા ભરવા માટે જતી રોજની ઘણી ટ્રકોના કેબિન ઉપર મજૂરો બેસવાના દૃશ્યો રોજ જોવા મળે છે અને આ જોખમી પણ છે છતાં વેપારીઓ કે પોલીસ આ મુદ્દે ગંભીર નહિ થતા ભૂતકાળમાં કેટલાક મજૂરોના જીવ ગયા હોય માટે આવી ઘટનાનું પુરનાવર્તન નહિ થાય એ માટે તેમની પર રૉક જરૂરી છે
રાજપીપળા સહિત આસપાસના ગામોમાં ખેડૂતો કેળાની ખેતી કરે છે અને આ કેળાનો પાક રાજસ્થાન સહિત અનેક ઠેકાણે ટ્રકો મારફતે જાય છે.આ કેળા રાજપીપળાથી આસપાસના ગામોમાં ભરવા જતી ટ્રકો ના કેબિન ઉપર પાંચ, સાત મજૂરો બેઠેલા હોય છે પરંતુ આ મજૂરો માટે ઉપર ખુલ્લામાં બેસવું જોખમી છે કેમ કે ભૂતકાળ માં કેટલાક મજૂરો ટ્રકના કેબિન પર બેસતા જીવ ગુમાવ્યા હતા જેમાં ૨૦૧૭ ના વર્ષમાં કેળા ભરી આવતી ટ્રક ઉપર બેસેલા બે મજૂરો ને નીકોલી ગામે વીજ વાયરનો કરંટ લાગતા મોત થયું હતું, ત્યારબાદ ૨૦૨૧ના વર્ષમાં રાજપીપળામાં કેળાની ટ્રક ઉપર બેઠેલા ૧૭ વર્ષીય તરુણ ને કરંટ લાગતા મોત થયું હતું. અને આવી કેટલીક ઘટનામાં મજૂરોના મોત થયા હોવા છતાં હજુ આવા દૃશ્યો દરરોજ જોવા મળે છે ત્યારે કેળાના વેપારીઓ કે પોલીસ કેમ ગંભીર થઈ અટકાવતી નથી..?! શું હજુ કોઈ મોટી દુર્ઘટના બને તેની રાહ જોવાઇ રહી છે..?!
રાજપીપળા પોલીસ અને કેળાના વેપારીઓ ગેરકાયદેસર રીતે ટ્રકના આગળના કેબિન ઉપર બેસી જોખમી સવારી કરતા મજૂરો ને અટકાવે અને ઉપર લટકતા વીજ વાયરો થી કરંટ ના લાગે કે કોઈ અકસ્માત નહિ થાય એ માટે કડક પગલાં લે તે જરૂરી જણાય છે
(10:31 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
