<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th May 2024

રાજપીપળા મામલતદાર કચેરીનો સ્ટાફ પોતાની ઇલેક્ટ્રિક બાઈક ચાર્જિંગ માટે સરકારી ઈલેક્ટ્રીસીટીનો ઉપયોગ કરે છે..!!

નર્મદા જિલ્લામાં આવેલી સરકારી કચેરીઓમાં કેટલી જગ્યાઓ પર આમ સરકારી ઈલેક્ટ્રીસીટી દૂરઉપયોગ કરાઈ છે એ તપાસનો વિષય:તસવીરમાં દેખાતી ઇલેક્ટ્રિક બાઈક કર્મચારીની છે કે કોઈ અધિકારીની એવા પણ સવાલ ઉઠ્યા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:રાજપીપળા શહેર માં ઘણીબધી ઇલેક્ટ્રિક બાઈક ફરતી જોવા મળે છે, પેટ્રોલના ભાવ આસમાને જતા હવે તો સરકારી કે કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરતા કર્મચારીઓ પણ આ બાઈક વાપરતા થયા છે પરંતુ આ કર્મચારીઓ પૈકી કેટલાક કર્મીઓ સરકારી ઇમારતોને પોતાની જાગીર સમજી બેઠા હોય એમ તેમાં અપાયેલી સગવડનો દૂરઉપયોગ કરે છે. જેમાં રાજપીપળામાં આવેલી નાંદોદ મામલતદાર કચેરીમાં આજે આવો એક નજારો જોવા મળ્યો જેમાં કોઈ કર્મચારીની બાઈક મામલતદાર કચેરીની ઇલકટ્રિક લાઇનમાંથી ચાર્જિંગ કરાઈ રહેલી તસવીરમાં સ્પષ્ટ નજરે પડે છે.
   રાજપીપળા મામલતદાર કચેરી માં કોઈ કર્મચારી દ્વારા પોતાની ઇલેક્ટ્રિક બાઈક કચેરી ના ઇલક્ટ્રિક પોઇન્ટમાંથી ચાર્જ કરવામાં આવી રહી છે ત્યારે આ કદાચ આજના દિવસ પૂરતી વાત ન હોય અને દરરોજ સરકારી કચેરીની ઈલેક્ટ્રીસીટી કર્મચારી વાપરતા હશે એમ લાગી રહ્યું છે તો શું ત્યાં ફરજ બજાવતા મામલતદાર કે અન્ય કોઈજ અધિકારીની નજર સરકારી સવલતના આવા દૂરઉપયોગ પર પડી નથી..? કે પછી આંખ આડા કાન કરાઇ રહ્યા છે.?  અથવા તો આ બાઈક કોઈ અધિકારી ની પણ હોઈ શકે તેવા સવાલ હાલ ચર્ચા માં છે.

નર્મદા જિલ્લામાં અનેક સરકારી કચેરી આવેલી છે જેમાં કામ કરતા હજારો કર્મચારીઓ અને અધિકારીઓ છે એ પૈકી ઘણા પાસે ઇલેક્ટ્રિક બાઈક છે તો શું મામલતદાર કચેરીની જેમ અન્ય કચેરીઓમાં પણ આમ જ સરકારી ઇલેક્ટ્રિસિટી નો દૂરઉપયોગ કરાઈ છે..? દરેક કચેરી માં ફરજ બજાવતા અધિકારીઓ કે સિક્યુરિટી ગાર્ડ એ આ બાબતનું ધ્યાન રાખી સરકારી કચેરી માં મળતી સવલતો નો દૂરઉપયોગ ના થાય એ માટે તકેદારી રાખવી જોઈએ.

(10:30 PM IST)