<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

દાહોદના પાંચવાડાથી બોરીયાળા ગામે ટ્રેક્ટરની ટ્રોલી પાછળ બાઈકની જોરદાર ટક્કર થતા ટૂંકી ગામના ચાલકનું કમકમાટી ભર્યુ મોત

દાહોદઃ  ગરબાડા તાલુકાના ટૂંકી વજુ ગામના માજી સરપંચ રંજન સિંહ કાળુભાઈ સંગોડ તારીખ 17ના રાત્રે 7.30 વાગ્યે પોતાની મોટરસાયકલ ઉપર પાંચવાડાથી બોરીયાળા તરફ જઈ રહ્યા હતા.તે સમયે રસ્તામાં રોડની સાઈડમાં પંચર પડેલી ઈંટો ભરેલી ટ્રેક્ટરની ટ્રોલી ઉભેલી હતી. જેમાં ટ્રોલીના પાછળના ભાગે રંજનભાઈની મોટરસાયકલ અથડાઇ જતા તેઓને માથાના ભાગે તેમજ શરીરે ગંભીર જાઓ તથા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ ઘટના બનતા પાંચવાડા સરપંચ રામભાઈ સહિત ગ્રામજનો દોડી આવ્યા હતા. મૃતકના પરિવારજનો સહિત પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ટ્રેક્ટરની ટ્રોલી કબજે કરી મૃતદેહને પીએમ માટે મોકલી ટ્રોલીના નંબરના આધારે કાયદેસરની કાર્યવાહી કરી હતી.

(4:55 PM IST)