<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે રાજકોટની મુલાકાતે

કટ્ટરપંથીઓ ભાજપનો અહંકાર વધારી રહ્યા છે. કટ્ટરપંથીઓ કહે છે કે પેટ્રોલ 500 રૂપિયા પ્રતિ લીટર હોય તો પણ આપણને મોદીની જરૂર છે. આવા કટ્ટરપંથીઓના કારણે ભાજપનો અહંકાર આકાશને આંબી ગયો છેઃ ગોહિલ

અમદાવાદઃ  ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ આજે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. જ્યાં તેઓએ ચૂંટણી બાદ કોંગ્રેસના કાર્યકરો સાથે ચર્ચા કરી હતી અને મતદાન અંગેની પણ માહિતી મેળવી હતી.

શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે કેટલાક કટ્ટરપંથીઓ ભાજપનો અહંકાર વધારી રહ્યા છે. કટ્ટરપંથીઓ કહે છે કે પેટ્રોલ 500 રૂપિયા પ્રતિ લીટર હોય તો પણ આપણને મોદીની જરૂર છે. આવા કટ્ટરપંથીઓના કારણે ભાજપનો અહંકાર આકાશને આંબી ગયો છે.

વધુમાં તેઓએ જણાવ્યું હતું કે ધોરાજી ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. ભાજપ શાસિત ધોરાજી નગરપાલિકામાં કામ ન થતું હોવાનો આક્ષેપ ખુદ ભાજપના ધારાસભ્યએ કર્યો હતો.અને આ અંગે પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલને પત્ર લખ્યો હતો. મહત્વનું છે કે તાજેતરમાં જ ભાજપના ધોરાજીના શહેર પ્રમુખ દ્વારા શહેરીજનો ને કુરતુ પાણી ન મળતું હોવાનો પત્ર લખ્યો છે.

(5:05 PM IST)