<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

નર્મદા મૈયાની વધુ એક પાંચ દિવસીય પંચકોશી પરિક્રમાનો પ્રારંભ થયો

ગરુડેશ્વર તાલુકાના વાંસલા ગામના સૂર્યમુખી હનુમાનજી મંદિરથી શર્માજી તથા કિરણ મૌસીના હસ્તે કરવામાં આવ્યો પ્રારંભ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: પુણ્ય સલિલામા નર્મદાની વધુ એક પાંચ દિવસીય પંચકોશી પરિક્રમાનો આજથી પ્રારંભ થયો છે. 85 કિમીની આ પરીક્રમાં મોટી સંખ્યા ભક્તોએ ગરુડેશ્વર થી શરૂ કરી, ભક્તો અને સાધુ સંતો પરિક્રમામાં જોડાયા છે.

 નર્મદા પંચકોશી પરિક્રમા જે ચૈત્ર માસમાં થઈ જેના અંતિમ દિવસોમાં મૂળ રૂટ બંધ કરી દેવાતાં શ્રધ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાઇ હતી. પંચકોશી પરિક્રમા વિવાદો વચ્ચે પૂર્ણ થઇ, પણ હવે 19 મીથી નવી પાંચ દિવસીય પંચકોશી પરિક્રમાની શરૂઆત થઈ છે.જેમાં ભક્તો જોડાઈ રહ્યા છે.
આ પરિક્રમા પણ હજારો વર્ષોથી ચાલતી આવી છે. જેમાં મહારાષ્ટ્રના ભક્તો વધુ જોડાય છે. આ પાંચ દિવસ ચાલનારી પંચકોશી પરિક્રમા વૈશાખ સુદ એકાદશી જેને મોહિની એકાદશી પણ કહેવામાં આવે છે. એટલે કે તારીખ 19 થી નર્મદા કિનારે આવેલા વાંસલા ગામના સૂર્યમુખી હનુમાનજી મંદિરથી પ્રારંભ શર્માજી તથા કિરણ મૌસીના નાં હસ્તે કરવામાં આવ્યો અને તેમના સહયોગ થી આં યાત્રા ચાલશે. વાંસલાથી પરિક્રમાવાસીઓ પગપાળા માંગરોલ પહોંચ્યા હતા. અને ત્યાં ભંડારા અને રાત્રિ રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી. આવતી કાલે બીજા દિવસે પરિક્રમા આગળ વધશે અને કુબેર ભંડારી ખાતે રાત્રિ રોકાણ કરાશે. કુબેર ભંડારીથી બુજેઠા, તિલકવાડા, શુણપાણેશ્વર મહાદેવ થઇને વાંસલા ગામે પરત આવશે. આ જે પંચકોશી પરિક્રમા છે જે ખુબજ મહત્વની છે અને માનવવાંછુક ફળ આપનારી છે જેથી આ પરિક્રમા પણ ચૈત્ર મહિના જેવી છે પરંતુ આ પરિક્રમામાં 80 કીમીનું અંતર પગપાળા કાપવાનું હોવાથી શ્રધ્ધાળુઓ ઓછા જોડાય છે. આ પરિક્રમા એકવાર કરવાથી નર્મદા નદીની મોટી પરિક્રમા કર્યા નું પુણ્ય મળે છે.

(10:21 PM IST)