<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th May 2024

દમણમાં દિપાલી બારમા ધીંગાણું :યુવકોના બે ગ્રુપ વચ્ચે બબાલ : તીક્ષ્ણ હથિયારથી હુમલો : એક યુવકની કરપીણ હત્યા : બે ઘાયલ

આજુબાજુના ટેબલ પર પાર્ટી કરવા બેસેલા યુવકોના બે ગ્રૂપ વચ્ચે સામાન્ય બાબતે બંને ગ્રુપો વચ્ચે બોલાચાલી બાદ ગાળાગાળી અને ઝપાઝપીથી આગળ વધી તીક્ષણ હથિયારથી જીવલેણ હુમલા સુધી પહોંચી

દમણ: સંઘ પ્રદેશ દમણ ગુજરાતીઓ માટે મોજ મસ્તી કરવાનું માનીતું પર્યટક સ્થળ છે. જોકે દમણ મોજ મસ્તી કરવા આવેલા કેટલાક યુવાનો દારૂના નશામાં એટલા બેફામ બની જાય છે કે ન કરવાનું કરી નાખે છે.શુક્રવારની રાત્રે દમણના કચીગામ વિસ્તારમાં આવેલ એક બારમાં બની હતી. જેમાં એક નિર્દોષ યુવાન ની કરપિણ હત્યા થઈ હતી

  સંઘ પ્રદેશ દમણના કચીગામ વિસ્તારમાં દિપાલી બાર એન્ડ રેસ્ટોરન્ટ આવેલ છે. વાપીથી અડીને આવેલા આ વિસ્તારમાં આવેલ આ બારમા લોકો પાર્ટીઓ કરવા આવતા હોય છે. જોકે શુક્રવારના દિવસે આ દિપાલી બારમાં ધીંગાણું થયું હતું. હાલે જ્યાં જુવો આવો ત્યાં લોહીના ડાઘ જોવા મળી રહ્યા છે. એ વાતની ચાડી ખાય છે કે અહીં મોટી ઘટના ઘટી

   દમણમાં આ દિપાલી બારમાં પાર્ટી કરવા બેસેલા યુવકોના બે ગ્રૂપ વચ્ચે બબાલ થઈ હતી. આજુબાજુના ટેબલ પર પાર્ટી કરવા બેસેલા યુવકોના બે ગ્રૂપ વચ્ચે કોઈ સામાન્ય બાબતે બંને ગ્રુપો વચ્ચે બોલાચાલી થઈ હતી અને વાત ગાળાગાળી અને ઝપાઝપીથી આગળ વધી તીક્ષણ હથિયારથી જીવલેણ હુમલા સુધી પહોંચી હતી. બબાલમાં 4 યુવકોએ બાજુના ટેબલ પર બેઠેલા 3 યુવકો પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. જેમાં ઋતુલ પિયુષ પટેલ નામના એક યુવકનું કરુણ મોત નિપજયું હતું. જ્યારે મૃતકના સાથે બેસેલા આકાશ પટેલ અને નેહ પટેલ બંને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. 

  દિપાલી બારમાં શુક્રવારના રોજ તમામ લોકો મોજ મસ્તી કરી રહયા હતા. ત્યાં અચાનક બબાલ થતા બારમાં દોડધામ મચી ગઈ હતી. આમ નજીવી બાબતે બારમા ખેલાયેલા આ ખુંની ખેલ ને કારણે ધીંગાણું ખેલાયું હતું . ત્યારબાદ ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે સેલવાસની વિનોબા ભાવે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા .ત્યાં એક યુવકની હાલત વધુ ગંભીર જણા હતા તેને આઇસીયુમાં દાખલ કરવામાં આવ્યો છે. 

(11:54 PM IST)