<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

ચોરાયેલા કે ગુમ થયેલા ફોન શોધવા CEIR સોફટવેર પોલીસ માટે આશીર્વાદરૂપ

પોલીસે ૨.૩૬ લાખના ૨૫ ફોન અને સેટેલાઇટ પોલીસે ૧૩ ગુમ થયેલા કે ચોરી થયેલા ફોન શોધી કાઢયા

અમદાવાદ,તા. ૨૦: શહેરમાંથી રોજેરોજ મોટી સંખ્‍યામાં મોબાઇલ ફોન ગુમ થાય છે કે ચોરાઇ જાય છે. એક સમયે પોલીસને મોબાઇલ ફોન ચોરીનો ભેદ ઉકેલવા અને લોકેશન મેળવવા માટે શહેર ક્રાઇમ બ્રાન્‍ચ પર નિર્ભર રહેવુ પડતુ હતું, પરંતુ હવે તે દિવસો પૂર્ણ થઇ ગયા છે.  કેન્‍દ્ર સરકારના CEIR (સેન્‍ટ્રલ ઇક્‍વિપમેન્‍ટ આઇડેન્‍ટીટી રજિસ્‍ટર સોફટવેર)ની મદદથી સ્‍થાનિક પોલીસ પણ ગુમ કે ચોરી થયેલા ફોન સરળતાથી શોધી શકે છે. છેલ્લા કેટલાક દિવસોમાં આ સોફટવેરની મદદથી પોલીસને મોટી સફળતા પણ પ્રાપ્ત થઇ છે અને અમદાવાદ પોલીસે મોટી સંખ્‍યામાં ફોન શોધી કાઢ્‍યા છે.

તાજેતરમાં વેજલપુર પોલીસે ૨.૩૬ લાખના ૨૫  ફોન અને સેટેલાઇટ પોલીસે ૧૩ ગુમ થયેલા કે ચોરી થયેલા ફોન શોધી કાઢ્‍યા હતા. આ તમામ ફોન CEIR (સેન્‍ટ્રલ ઇક્‍વિપમેન્‍ટ આઇડેન્‍ટીટી રજિસ્‍ટર સોફટવેર)ની મદદથી શોધી કઢાયા હતા. કેન્‍દ્ર સરકાર દ્વારા ચાલતા આ પ્રોજેક્‍ટમાં હવે અમદાવાદ પોલીસે પણ એક્‍સેસ મેળવી લેતા દરેક પોલીસસ્‍ટેશનમાં એક પોલીસ કર્મીને ફોન શોધવા માટેની કામગીરીની જવાબદારી સોંપી દેવાઇ છે. કોઇ ફોન ગુમ કે ચોરી થાય ત્‍યારે પોલીસ તે ફોનના આઇએમઇઆઇ નંબર આ સોફટવેરમાં અપડેટ કરે છે. સાથે એસડીઆર ફોર્મ ભરતા તે નંબર આ સોફટવેર થકી ટ્રેક થવાનું શરૂ થાય છે. જયારે આ ફોન ચાલુ થાય અને તેમાં કોઇ સીમકાર્ડ નાખવામાં આવે કે તુરંત જ તે સોફટવેર થકી ફોન એક્‍ટિવેશનનો મેસેજ મળતા પોલીસ તે ફોનને શોધી કાઢી શકે છે. આ સોફટવેર હાલ પોલીસ માટે આશીર્વાદરૂપ સમાન સાબિત થયુ છે. આ કામગીરીના કારણે પોલીસનો ડિટેક્‍શન રેશિયો વધ્‍યો છે અને ક્રાઇમ બ્રાન્‍ચ પર નિર્ભર રહેવાની પળોજણમાંથી પણ મુક્‍તિ મળી છે.તેમ નવગુજરાત સમયનો અહેવાલ જણાવે છે.

CEIR (સેન્‍ટ્રલ ઇક્‍વિપમેન્‍ટ આઇડેન્‍ટીટી રજિસ્‍ટર સોફટવેર) કેન્‍દ્ર સરકારે શરૂ કરેલુ સોફટવેર છે. હાલ અમદાવાદના તમામ પોલીસસ્‍ટેશનમાં ચોરી કે ગુમ થયેલા ફોન શોધવા એક પોલીસ કર્મીને તેનું એક્‍સેસ આપવામાં આવ્‍યુ છે. જયારે કોઇ ફોન ગુમ કે ચોરી થાય ત્‍યારે પોલીસ તે ફોનના આઇએમઇઆઇ નંબર આ સોફટવેરમાં અપડેટ કરે છે. સાથે એસડીઆર ફોર્મ ભરતા તે નંબર આ સોફટવેર થકી ટ્રેક થવાનું શરૂ થાય છે. જયારે આ ફોન ચાલુ થાય અને તેમાં કોઇ સીમકાર્ડ નાખવામાં આવે કે તુરંત જ તે સોફટવેર થકી ફોન એક્‍ટિવેશનનો મેસેજ મળતા પોલીસ તે ફોનને શોધી કાઢે છે.

શહેરમાં મોબાઇલ ફોન ચોરી કે ગુમ થવાના કિસ્‍સા વધી રહ્યા છે. આ સોફટવેર ખૂબ ઉપયોગી હોવાનું સામે આવતા શહેર પોલીસ કમિશનર જી. એસ. મલિકે એક કોન્‍ફરન્‍સમાં તમામ પોલીસસ્‍ટેશનના અધિકારીઓને આ સોફટવેરનો ઉપયોગ ફરજિયાત કરવા પર ભાર મૂક્‍યો હતો. તેના કારણે શહેર પોલીસને મોટી સંખ્‍યામાં ફોન શોધી કાઢવામાં સફળતા પણ મળી છે.

ફોન ટ્રેસિંગની સિસ્‍ટમ માત્ર ક્રાઇમ બ્રાન્‍ચ પાસે જ હતી. જેના કારણે પહેલા જયારે ફોન ચોરી કે ગુમ થયાની ફરિયાદ કે અરજી આવે ત્‍યારે તેની વિગત ક્રાઇમ બ્રાન્‍ચને આપવી પડતી હતી. ક્રાઇમ બ્રાન્‍ચ ફોન ટ્રેસ કરીને તેમની અનુકુળતા મુજબ સંબંધિત પોલીસને માહિતી આપતી હતી. તેના કારણે ફોન ચોરીના ગુના શોધવામાં ઘણો વિલંબ થતો હતો. આમ ક્રાઇમ બ્રાન્‍ચ પરની નિર્ભરતાનો હવે અંત આવી ગયો છે અને ઘ્‍ચ્‍ત્‍ય્‍ની મદદથી કોઇ પણ પોલીસ ચોરી કે ગુમ થયેલા ફોન શોધી શકે છે. હવે સ્‍થાનિક પોલીસને ક્રાઇમ બ્રાન્‍ચ ઉપર નિર્ભર રહેવાના દિવસો પૂર્ણ થઇ ગયા છે.

(9:49 AM IST)