તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
નરેન્દ્રભાઇની આગેવાનીમાં એનડીએને ૩૫૦ થી ૩૭૫ સીટ મળશેઃ રૂપાલાજી ૨ લાખથી વધુ મતથી જીતશે
નરેન્દ્રભાઇ મોદીએ કરેલા કાર્યોથી ભારતનો વટ પડી ગયો : રાયબરેલીમાંથી રાહુલ ગાંધી હારી જશેઃ ભારતભરમાં ભાજપનું સ્ટીમ રોલર ફરી વળશે : મુંબઇના નાથાલાલ કાલરીયાએ ૨૦૧૯માં કરેલી આગાહી સાચી પડયાબાદ ૨૦૨૪ની વધુ એક આગાહી

રાજકોટ તા.૨૦: મુળ મોટી મારડ હાલ મુંબઇ સ્થિત યુએસએ એનઆરઆઇ નાથાલાલ જી. કાલરીયાએ ૨૦૨૪ ની ચુંટણીના પરિણામોની આગાહી કરી છે.
ચૂંટણી પરીણામો અંગે સચોટ આગાહી કરનાર USA. NRI મૂળ મોટીમારડ હાલ મુંબઈના નાથાભાઈ કાલરીયા એ ૨૦૨૪ નો ચૂંટણી વર્તારો/ અગાઉ પણ ૨૦૧૯ માં નાથાભાઈએ NDA ને ૩૫૦ સીટ મળશે તેમ ‘‘અકિલા'' દ્વારા આગાહી કરેલી અને ખરેખર NDA ને ૩૫૧ સીટ મળી જે અક્ષરસહ સાચુપડ્યું.
તેમની આગાહી પ્રમાણે આ વખતે પણ NDA ને ૩૫૦ થી ૩૭૫ સીટ મળશે ઇન્ડિયા ગઠબંધનના શંભુમેળાના શ્રી રાહુલજી તથા બધાનેતા બોલેછે? NDA ને ૨૦૦ સીટ પણ નહી આવે તે બધા બિલકુલ ખોટા પડશે. તેના કારણોમાં ભાજપનું ૧૦ વર્ષનું કાર્યબોલે છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી એ ૩૭૦ ની કલમ નાબૂદકરી રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જે૫૦૦ વર્ષથી રાહ જોવાની હતી તેપૂરું કર્યું, લાખોકિલોમીટરનવા રસ્તા, પાંચલાખનો મફતવીમો, મફતમાં લાખોઘર, ઘરે ઘરે ગેસ, પાણીનીલાઈન મફતમાં અનાજ વગેરે કામગીરી NDA ની દેન છે. પાકિસ્તાનને ધૂળ ચાટતું કર્યું તે ભીખ માગતું થયું. અગાઉ દુનિયાભરમાં ભારતનો કોઈ ભાવ પૂછતુ, ન હતુ.જયારે હાલમાં તેમણે દુનિયામાં ભારતનો વટ પાડી દીધો.
નરેન્દ્રભાઇ મોદીએ રાત દિવસ જોયા વગર ૧૮ કલાક કામ કર્યું જનતા આ બધુંજુએ છે સમજે છે એક જબરજસ્ત અંડર કરંટચાલી રહ્યો છે જે કોઈને દેખાતો નથી ટીવી વાળાને પણનહીં જે મને દેખાય છે. વિરોધપક્ષના ભલભલા ખેરખાઓ હારી જશે. રાયબરેલીમાંથી રાહુલ ગાંધી પણ હારી જશે. બહુચર્ચિત રાજકોટ થી પુરષોત્તમભાઇ રૂપાલાજી બે લાખથી વધારે મતથી જીતશે. ભારતભરમાં ભાજપનું સ્ટીમ રોલર ફરી વળી એવી હેડ લાઈન આવશે તેવી આગાહી નાથાભાઇ જી. કાલરીયા મુંબઇ (મો.૯૧૯૯૨૦ ૬૦૧૭૧૨) એ કરી છે.
(10:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
