<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

ઉત્તર ભારતના અનેક રાજયોમાં તાપમાન ૪પ ડીગ્રીને પારઃ વર્લ્‍ડ વેધર એટ્રીબ્‍યુશન ગ્રુપનો ચોંકાવનારો રીપોર્ટ

દેશના અનેક રાજયોમાં ગરમીનો હાહાકાર : શું જુનમાં પારો પ૦ ડીગ્રીએ પહોંચશે ?

ભાવનગર, સુરેન્‍દ્રનગર, પોરબંદર, કચ્‍છમાં હિટવેવની આગાહી, અમદાવાદમાં ઓરેન્‍જ એલર્ટ, દરીયાઇ વિસ્‍તારોમાં ભેજ વધશે

અમદાવાદ : ગુજરાતમાં આગામી પાંચ દિવસ માટે હીટવેવની આગાહી કરવામાં આવી છે. આગામી પાંચ દિવસ રાજ્‍યના લોકોને ગરમીથી રાહત નહિ મળે. તો વલસાડમાં પાંચ દિવસ હિટવેવની આગાહી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્‍યું કે, ભાવનગર, સુરેન્‍દ્રનગર , પોરબંદર, કચ્‍છમાં હિટવેવની આગાહી છે. ગુજરાતમાં દરિયા કિનારાના જિલ્લાઓમાં ગરમ અને ભેજનું વાતાવરણ રહેશે. અમદાવાદમાં તાપમાન ૪૪ ડિગ્રી રહેવાની શકયતા છે, તો ગાંધીનગરમાં પણ તાપમાન ૪૪ ડિગ્રી રહ્યું છે. અમદાવાદમાં બે દિવસ ઓરેન્‍જ એલર્ટની આગાહી છે.

જે રીતે આકાશમાંથી કાળઝાળ ગરમી વરસી રહી છે. જેના કારણે મે મહિનામાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. દેશના ૫૦ જેટલાં શહેરોમાં ૪૫ ડિગ્રી કે તેનાથી વધારે તાપમાન નોંધાયું છે. જેના કારણે હવામાન વિભાગે આશંકા વ્‍યક્‍ત કરી છેકે આ શહેરોમાં જૂન સુધીમાં ગરમીનો પારો ૫૦ ડિગ્રી સુધી પહોંચી શકે છે.

આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે? કેમ કે ભીષણ ગરમીએ ભારતના અનેક રાજ્‍યોના લોકોની સ્‍થિતિ કપરી કરી નાંખી છે. ખાસ કરીને ઉત્તર ભારતના અનેક રાજ્‍યોમાં ગરમીનો પારો ૪૫ ડિગ્રીને પાર પહોંચી ગયો છે. વાત રાજધાની દિલ્‍હીની કરીએ તો અહીંયા તાપમાન ૪૬ ડિગ્રી સુધી પહોંચી ગયું છે. દિલ્‍હીનું નજફગઢ દેશના સૌથી ગરમ શહેરોમાં અવ્‍વલ બની ગયું છે. ગરમીનો પારો હાઈ જતાં લોકોની હાલત ખરાબ થઈ રહી છે. જ્‍યારે દેશના અન્‍ય રાજ્‍યોમાં પણ આ વર્ષે ગરમીએ હાહાકાર મચાવ્‍યો છે.

દેશના સૌથી જાણીતા સ્‍થળ એવા તાજમહેલની પ્રવાસીઓ મુલાકાત લઇ રહ્યા છે. નદીના કિનારે આવેલું સ્‍થળ હોવાથી અહીંયા મોટી સંખ્‍યામાં પ્રવાસીઓ આવે છે. પરંતુ આગ ઓકતી ગરમીના કારણે તેમને પારાવાર મુશ્‍કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મે મહિનામાં જ ગરમીનો પારો આસમાને પહોંચી ગયો છે. તો વિચાર કરો જૂન મહિનામાં શું હાલત થશે?. આવું કહીને અમે તમને ડરાવી રહ્યા નથી. પરંતુ વર્લ્‍ડ વેધર એટ્રીબ્‍યુશન ગ્રુપ અને જળવાયુ વૈજ્ઞાનિકોએ બનાવેલા રિપોર્ટમાં આ ખુલાસો થયો છે.

ભારત, બાંગ્‍લાદેશ અને થાઈલેન્‍ડમાં ગરમીનો પારો ૫૫ ડિગ્રી સુધી પહોંચશે. આ રિપોર્ટમાં ૪૧ ડિગ્રી તાપમાનને ખતરનાક જણાવવામાં આવ્‍યું છે. જ્‍યારે ૫૫ ડિગ્રી તાપમાનને અતિ ખતરનાક દર્શાવવામાં આવ્‍યું છે. આ રિપોર્ટમાં દિલ્લીમાં ૭ ડિગ્રી તાપમાન વધવાની આશંકા દર્શાવાઈ છે.

ભારતમાં દર વર્ષે તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્‍યા છે. પરંતુ  આ પળથ્‍વીનું સૌથી વધુ તાપમાન નથી. પળથ્‍વી પર ૧૦ જુલાઈ ૧૯૧૩નો દિવસ સૌથી વધુ ગરમ દિવસ હતો. ત્‍યારે કેલિફોર્નિયાના ગ્રીનલેન્‍ડ રેંચમાં સૌથી વધુ ગરમી પડી હતી અને તાપમાનનો પારો ૫૬.૭ ડિગ્રી સેલ્‍સિયસ સુધી પહોંચી ગયો હતો.

હાલમાં જે ઙ્કમાણે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. તે જોતાં આ વાતથી ઈનકાર કરી શકાય નહીં કે ભારતના અનેક શહેરોમાં તાપમાન ૫૦ ડિગ્રી સુધી પહોંચી શકે છે. જો આવું થશે તો દેશમાં લોકોની હાલત અતિ દયનીય બની જશે. જે અંગે સરકારે અત્‍યારથી જ કંઈક વિચારવાની જરૂર છે.(ઝી ટીવીના સૌજન્‍યથી)

(10:54 AM IST)