<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

માધવ ગ્રુપ પર ITની કાર્યવાહીઃ ૨૦૦ કરોડથી વધુના સંદિગ્‍ધ વ્‍યવહારો મળ્‍યા

માધવ ગ્રુપની વડોદરા, અમદાવાદ સહિત પર પ્રાંતની ઓફિસો ખાતે દરોડાની કામગીરી ચાલુ છે

વડોદરા,તા.૨૦ : વડોદરામાં માધવ ગ્રુપ પર IT વિભાગની તવાઈ છે. જેમાં રૂપિયા ૨૦૦ કરોડ ઉપરાંતના સંદિગ્‍ધ વ્‍યવહારો મળ્‍યા છે. તેમાં વડોદરામાં સતત ૨ દિવસે પણ ITનું સર્ચ ઓપરેશન શરૂ છે. જેમાં IT વિભાગે વડોદરામાં ૧૦ સ્‍થળોએ સર્ચ કર્યું છે. તેમજ અમદાવાદ અને MP મળી ૨૭ સ્‍થળોએ સર્ચ કર્યું છે.

 શહેરના ખુરાના બંધુઓના માધવ ગ્રુપ પર આઇટીના દરોડા મામલે સતત બીજા દિવસે સર્ચ શરૂ છે. જેમાં ૨૦૦ કરોડ ઉપરાંતના સંદિગ્‍ધ વ્‍યવહારો મળ્‍યા છે. આઈ.ટી વિભાગે શહેરમાં ૧૦ સ્‍થળોએ સર્ચ કર્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી વડોદરાની કંપનીઓ પર આઈ.ટીની નજર હતી.

અંદાજે ૨૭ સ્‍થળો પર આવકવેરા વિભાગે વહેલી સવારથી દરોડો પાડી કાર્યવાહી કરી

ગુજરાતમાં માધવ ગ્રુપ ઓફ કંપની સાથે સંકળાયેલા અમદાવાદ અને વડોદરા સહિત પર-ાંતમાં અંદાજે ૨૭ સ્‍થળો પર આવકવેરા વિભાગે વહેલી સવારથી દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી છે. જેના ભાગરૂપે  વડોદરા શહેરના સુભાનપુરા વિસ્‍તારમાં આવેલી માધવ ગ્રુપ ઓફ કંપનીમાં વહેલી સવારથી આવકવેરા વિભાગના અધિકારીઓએ દરોડો પાડી તપાસ હાથ ધરી છે. આ કંપનીના એમડી અશોક ખુરાના છે. કંપની દ્વારા ગુજરાત સહિત અનેક રાજ્‍યોમાં બ્રિજ અને હાઇવે -ોજેક્‍ટ્‍સ પર કામ કરવામાં આવી રહ્યું છે. કંપની વડોદરા સિવાય બેંગલુરૂ, ભોપાલ અને દહેરાદુનમાં પોતાની બ્રાન્‍ચ ઓફિસ ધરાવે છે. આ તમામ ઓફિસોમાં પણ આવકવેરા વિભાગે તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

 આ ઉપરાંત આવકવેરા વિભાગે દરોડા દરમિયાન વહેલી સવારથી અધિકારીઓની ૨૭ ટીમોએ દેશ વ્‍યાપી દરોડામાં મહત્‍વના દસ્‍તાવેજો જપ્ત કર્યા છે. જેમાંથી કરોડો રૂપિયાની કરચોરી ઝડપાવવાની શકયતા રહેલી છે. બ્રિજ હાઇવે અને સોલાર સિસ્‍ટમના વ્‍યવસાય સાથે સંકળાયેલી માધવ ગ્રુપની વડોદરા, અમદાવાદ સહિત પર પ્રાંતની ઓફિસો ખાતે દરોડાની કામગીરી ચાલુ છે.

(10:56 AM IST)