<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />

બાવીસ દિવસમાં ટ્રાફિક ભંગના ૫૦૪૫૧ કેસ કરી ૨ કરોડ ૬૨ લાખનો દંડ ફટકારાયો : લોકસભાની ચૂંટણી અંતર્ગત શહેર ટ્રાફિક પોલીસની ટીમો સતત વાહન ચેકીંગ ડ્રાઇવ યોજી કાર્યરત રહી : પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી પૂજા યાદવની સુચના અને એસીપી જે. બી. ગઢવીના સુપરવીઝનમાં પીઆઇ બી. પી. રજયા, પીઆઇ એમ. જી. વસાવાની ટીમોએ નોંધપાત્ર કામગીરી કરી : વાહનના કાગળો ન રાખવા, ત્રિપલ સવારી, નો-પાર્કિંગ, ફેન્‍સી નંબર પ્‍લેટ, કાળી ફિલ્‍મો, ઓવર સ્‍પીડ, હેલ્‍મેટ, જોખમી રીતે વાહન હંકારવા, સીટ બેલ્‍ટ ન બાંધવો, બીન જરૂરી હોર્ન વગાડવા, સિગ્નલ ભંગ કરવો, વાહન ચલાવતી વખતે મોબાઇલમાં વાત કરવી, કાળી ફિલ્‍મો રાખવી, વીમા વગર વાહન હંકારવા, નંબર પ્‍લેટ ન રાખવી, મોડફાઇ કરેલા સાયલેન્‍સર રાખવા સહિતના કેસ કરવામાં આવ્‍યા હતાં2:45 PM IST

ચોટીલાના રાજાવડનો દિલીપ યુવતિને ભગાડી ગયા બાદ ગૂમ થયો : ચોથા દિવસે ક્રુરતાથી હત્‍યા કરાયેલી લાશ મળી : ૨૬ વર્ષના યુવાનને બાજુના દેવસર ગામની યુવતિ સાથે કડીયા કામની મજૂરી કરતી વખતે ઓળખાણ બાદ પ્રેમ થઇ જતાં ચોથી તારીખે ભગાડી ગયો હતોઃ એ પછી યુવતિના સગાએ અમારી દિકરી મળી ગઇ છે, તમારા દિકરાને ભુલી જજો એવી વાત કરી હતી : શોધખોળ દરમિયાન ગત સાંજે રાજાવડની સીમમાંથી લાશ મળતાં રોષે ભરાયેલા પરિવારજનોએ ચક્કાજામ કર્યોઃ ચોટીલા પોલીસે યુવતિના પરિવારના છ લોકો નાગજી ગોવિંદભાઇ, સુખા રણછોડભાઇ, જયેશ નરસીભાઇ, રામા રણછોડભાઇ, દિનેશ કેહાભાઇ, વાલા માનસીંગભાઇ સામે ગુનો નોંધ્‍યોઃ લાશનું રાજકોટમાં ફોરેન્‍સિક પોસ્‍ટમોર્ટમ :ગુપ્‍તાંગ વાઢી નાંખ્‍યાનો અને પગમાં ગોળી ધરબી દીધાનો આક્ષેપ11:34 AM IST