તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
આપઘાત કરવા ઉચા ટાવર પર ચઢેલા મજુરનો પોલીસે તમામ કામ પડતાં મુકી જીવ બચાવ્યો
દ્વારકા એસપી નિતેશ પાંડેનું પ્રજાલક્ષી અભિગમનું સુત્ર દેવભુમિ દ્વારકાના દરેક પોલીસે દિલથી અપનાવતા એક પરિવાર વિખાતો બચી ગયો : ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શનમાં પી.એસ.આઇ. યુ.બી. અખેડ સહિતના સ્ટાફની કાબિલેદાદ કામગીરી

રાજકોટ તા.૨૦: ઉપલા અધિકારીઓનો અભિગમ કયા પ્રકારનો છે, તે જોઇ પોલીસનો એક મોટો વર્ગ ફરજ બજાવતો હોય છે, આનું એક ઉમદા ઉદાહરણ દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વધુ એક વખત જોવા મળ્યું છે. જામનગરની ચોક્કસ પ્રકારની ગુન્હાખોરી સામે લડવા વડા પ્રધાનના કાર્યાલયના આદેશ બાદ ડીઆઇજી દીપેન ભદ્રને સુકાન સુપ્રત કર્યું ત્યારે આ હિંમતભેર , કોઈ શેહ શરમ વગર લડવા માટે સેનાપતિ પદે તત્કાલીન એએસપી લેવલનાં નિતેષ પાંડેની પસંદગી થયેલ, હજુ પણ લંડન અદાલતમાં ચાલતી કાયદાકીય કાર્યવાહીમાં જામનગરના બુલડોઝર આઇપીએસ તરીકે જાણીતા પ્રેમસૂખ ડેલુને મદદરૂપ બનવા સ્વચ્છ છબી ધરાવતા નિતેશ પાંડેને ખાસ દ્વારકા પોસ્ટીંગ આપવામાં આવ્યું છે તેની ઓછા લોકોને જાણ હશે. દેવભૂમિ દ્વારકામાં હિંમતભેર ડીમોલેશન કરનાર નિતેશ પાંડેમાં સામાન્ય લોકો માટે ખૂબ હમદર્દી છે, સ્ટાફ પણ આ બાબતથી વાકેફ હોવાથી લોકોના પ્રશ્ને પ્રાધાન્ય અપાય છે, જેની એક રસપ્રદ કથા બહાર આવી છે.
કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારના વર્દ ગામના દરિયાકાંઠા વિસ્તારમાં ઊર્જાના પડતર ટાવર પર એક મજુર જેવો ઈસમ ટાવર પર આપઘાત કરવાના ઇરાદે ચઢી ગયો હતો.
પોતે ગુજરાતી ભાષા જાણતો ન હોવાના કારણે ટાવર ઉપર ચડતા જે બાબતે કલ્યાણપુર પોલીસ તુરત જ સ્થળ પહોચી અને લાગતા વળગતા અધિકારીશ્રી તથા તંત્ર ને જાણ કરી નાવદ્રા દરીયા કાંઠા વિસ્તારમાં ઘટના સ્થળે પહોચી જઈ અને તે દરમ્યાન અમુક પોલીસ સ્ટાફ સીવીલ ડ્રેસમા ટાવર ઉપર આ પરપ્રાતીય વ્યકિત પાસે ધીમે ધીમે સમજાવતા સમજાવતા જઈ આ ઇસમ સુધી પહોચી અને સમજાવી પોતાના ઘરે જવા માટે ભરોસો આપી સાત્વના આપતા અને ભારે જહેમત બાદ પોલ ઉપરથી નીચે ઉતારી પરપ્રાંતીય ઇસમ હરીમોહન ને સમજાવી તેમના પરીવાર સાથે મીલન કરાવી અને પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્ર સાર્થક કરી તેમના વતન મધ્યપ્રદેશ ખાતે તેમના પરીવાર જનો-ભાઈઓ સાથે રવાના કરેલ છે.
આ કામગીરી કરનાર કલ્યાણપુર પોલીસઃ (૧) યુ.બી. અખેડ પો.સબ ઇન્સ. , (૨) દેવીયાભાઇ ભાન એ.એસ.આઇ, (૩)નારણભાઇ દેથરીયા પો.હેડ કોન્સ., (૪) હરદાસભાઇ ચાવડા પો.હેડ કોન્સ., (૫) મયુરભાઇ ગોજીયા પો.હેડ કોન્સ.,(૬) ખીમભાઇ વસરા ડ્રા.પો.હેડ કોન્સ., (૭) માંડણભાઇ ગઢવી પો.કોન્સ., (૮) ભરતભાઇ ગોજીયા પો.કોન્સ..
આ કાર્યમાં ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિનો પણ માનવીય અભિગમ ખૂબ મહત્વનો બન્યો છે.
(11:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
