તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
ગુજરાતમાં બુધ-ગુરૂ સુધી હીટવેવ : અશોકભાઇ પટેલ
દક્ષિણ-પશ્ચિમી ચોમાસુ માલદીવ, કોમોરીન વિસ્તાર, દક્ષિણ બંગાળની ખાડીના અમુક ભાગો, નિકોબાર અને દક્ષિણ આંદામાનના દરિયાના ભાગોમાં બેસી ગયુ : તા.રર-ર૩ સુધી તાપમાન ૪૩.પ થી ૪પ ડીગ્રીની રેન્જ ત્યારબાદ પારો ૪૧ થી ૪૪ ડીગ્રીની રેન્જમાં રહેશેઃ આકરો તાપ - ગરમી વચ્ચે પવન ર૦ થી ૪૦ કિ.મી.ની ઝડપે ફુંકાશેઃ તા.ર૩ મે સુધીમાં બંગાળની ખાડીમાં લો પ્રેસર બનશે

રાજકોટ તા.ર૦ : સૌરાષ્ટ્ર-કચ્છ- ગુજરાતમાં સુર્યદેવ આકરા મિજાજમાં છે. ત્યારે આ સપ્તાહ દરમિયાન પણ આકરા તાપ સાથે ગરમીનું સામ્રાજય જોવા મળશે. તા.રર-ર૩ મે એટલે કે બુધ-ગુરૂ સુધી હીટવેવનો માહોલ રહેશે. આ દિવસોમાં મહત્તમ તાપમાનની રેન્જ ૪૩.પ થી ૪પ ડીગ્રી વચ્ચે રહેશે. જયારે ત્યારબાદના દિવસોમાં તાપમાન ૪૧ થી ૪૪ ડીગ્રીની રેન્જમાં રહેશે. તેમ વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યુ઼ છે.
તેઓએ જણાવેલ કે દક્ષિણ - પશ્ચિમી ચોમાસુ માલદીવ, કોમોરીન વિસ્તાર, દક્ષિણમ બંગાળની ખાડીના અમુક ભાગો, નિકોબાર અને દક્ષિણ આંદામાનના દરિયાના ભાગોમાં તા.૧૯ મે ના બેસી ગયુ છે.
જયારે તા.ર૩ મે સુધીમાં દક્ષિણ બંગાળની ખાડીમાં લો પ્રેસર થવાની શકયતા છે.
હવે ગરમીની વાત કરીએ તો ગઇકાલે સુરેન્દ્રનગર ૪પ.૩ (નોર્મલ થી ર.૮ ડીગ્રી ઉંચુ), ડીસા ૪પ.૧ (નોર્મલથી ૬.ર ડીગ્રી ઉંચુ) અમદાવાદ ૪૪.૯ (નોર્મલથી પ.૩ ડીગ્રી ઉંચુ), અમરેલી ૪૪.૬ (નોર્મલથી ૪.૩ ડીગ્રી ઉંચુ) ભાવનગર ૪૬.૬ (નોર્મલથી ૪.૭ ડીગ્રી ઉચું) રાજકોટ ૪૪.૧ (નોર્મલથી ૪.૭ ડીગ્રી ઉંચુ) અને વડોદરા ૪૪ (નોર્મલથી ૪.૭ ડીગ્રી ઉંચુ) તાપમાન નોંધાયેલ.
વેધર એનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે તા.ર૬ મે સુધીની આગાહી કરતા જણાવેલ કે તા.રર - ર૩ મે સુધી ગુજરાત રાજયમાં હિટવેવ તેમજ બહુ ગરમ વાતાવરણમાં રહેશે. જે રેન્જ ૪૩.પ થી ૪પ ડીગ્રી વચ્ચે રહેશે. ત્યારબાદ મહત્તમ તાપમાન ઘટશે. જે ૪૧ થી ડીગ્રીમાં આવવાની શકયતા છે. આગાહીનો સમયના વધુ દિવસ પવન મુખ્યત્વે પશ્ચિમીી અને પવનની સ્પીડ ર૦ થી ૪૦ કિ.મી. કલાકની ઝડપે ફુંકાવાની શકયતા છે.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
