તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
ગુરુવાર સુધી અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ સહિતના જિલ્લાઓમાં હીટવેવ:ઓરેન્જ એલર્ટ જાહેર
અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, જૂનાગઢ, ભાવનગર, વલસાડ અને પોરબંદરમાં ગરમ પવન ફૂંકાઈ શકે

અમદાવાદ : હવામાન વિભાગ દ્વારા આગામી દિવસમાં વધુ ગરમી પડશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, 23 મે સુધી અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને કચ્છ સહિતના જિલ્લાઓમાં હીટવેવના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના લેટેસ્ટ રિપોર્ટ પ્રમાણે, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, કચ્છ, બનાસકાંઠા, જૂનાગઢ, ભાવનગર, વલસાડ અને પોરબંદરમાં ગરમ પવન ફૂંકાઈ શકે છે. જેને લઈને આ રાજ્યોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ આણંદ અને સુરેન્દ્રનગરમાં યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આગામી 23 મે સુધી રાજ્યના દરિયાઇ વિસ્તાર અમદાવાદ, કચ્છ, ભાવનગર, આણંદ, વલસાડ, દેવભૂમિ દ્વારકા, જામનગર, વડોદરા, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, બોટાદ, નવસારી, મોરબી, જૂનાગઢ, સુરત અને ભરૂચમાં ગરમ પવનો ફૂંકાઈ શકે છે અને ભેજયુક્ત હવામાન રહી શકે છે.
આગામી 22-23 મેના રોજ અમદાવાદ, બનાસકાંઠા, જૂનાગઢ, રાજકોટ, ગાંધીનગર, વલસાડ, કચ્છ, ભાવનગર અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે અમરેલી, આણંદ અને સુરેન્દ્રનગરમાં યેલો એલર્ટ જાહેર કરાયું છે.
(1:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
