તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
તલાટી વહીવટદારની ભૂમિકામાં: પંચાયતોને અલીગઢ તાળા
પંચાયતોની ચૂંટણીઓ ન યોજાતાં ટલ્લે ચડયા ગ્રામિણ વિકાસ કાર્યો
રસ્તા, પાણી,સફાઇ, આરોગ્ય, દાખલા જેવી ઘણી સમસ્યાથી ગ્રામજનો પરેશાન, ગામડાઓમાં નવા કામો થતાં જ નથી

અમદાવાદ,તા. ૨૦: છેલ્લા બે વર્ષ વિત્યા ગ્રામ પંચાયતોની ચૂંટણી થઇ નથી પરિણામે ગામડાઓમાં વિકાસ અને પ્રાથમિક કામો અટવાઇ પડયા છે. તલાટી ગામમાં વહીવટદારની ભૂમિકા છે પણ બે -ત્રણ ગામોનું સંચાલન કરવું પડે તેમ છે. આ જોતા ગામમાં રસ્તાઓ, પાણી જેવી પ્રાથમિક સુવિધાની સમસ્યાનો ઉકેલ આવતો નથી. વહીવટદારો મરજી મુજબ ગ્રામજનોને મળે છે. કેટલીય ગ્રામ પંચાયતોમાં ખંભાતી તાળા વાગ્યા હોય તેવી સ્થ્તિી પ્રવર્તી રહી છે. ટૂંકમાં, સરપંચ વિના ગામડાઓ ધણીધોરી વિનાના બન્યા છે.
ગ્રામ પંચાયતોમાં બે વર્ષ કરતા વધુ સમય વીતી ગયો છે છતાં ચૂંટણીઓ યોજાઇ શકી નથી. હાલ પંચાયતોમાં વહીવટદાર શાસન ચાલી રહ્યુ છે. ચૂંટાયેલી પાંચ વિના ગામડાનો જાણે વિકાસ રૂંધાઇ રહ્યો છે. ગામડાઓમાં આજે રસ્તા, પાણી, આરોગ્ય, સફાઇ તેમજ દાખલા જેવી અનેક સમસ્યાઓ સર્જાઇ છે જેના કારણે ગ્રામજનો પરેશાની સામનો કરી રહ્યા છે. ચૂંટાયેલી પાંચ જ નથી ત્યારે પંચાયતો પર દેખરેખ રાખનાર કોઇ નથી પરિણામે વહીવટદાર નિયમિત આવતા જ નથી. મોટાભાગની ગ્રામ પંચાયતોમાં તો અલગઢી તાળા લાગ્યા છે.
એવું જાણવા મળ્યુ છે કે, એક એક તલાટી પાસે બે ત્રણ પંચાયતોનો ચાર્જ છે જેના કારણે કામનું ભારણ હોય તે સ્વભાવિક છે. હાલ ધો. ૧૦-૧૨ની પરીક્ષાના પરિણામ જાહેર થયા છે ત્યારે એડમીશન માટે વિદ્યાર્થીઓને દાખલાની જરૂર પડતી હોય છે. આ સંજોગોમાં પંચાયત નિયમિત ખુલતી નથી જેથી વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે તેવી ફરિયાદો ઉઠી છે. ૨૦૨૨ બાદ ગામડાઓમાં પંચાયતની ચૂંટણી યોજાઇ નથી ત્યારે હવે લોકોની ઇચ્છી રહ્યા છે કે, લોકસભાની ચૂંટણી પુરી થઇ છે ત્યારે વહેલી તકે ગ્રામ પંચાયતની ચૂંટણી યોજવામાં આવે. ગામડામાં રસ્તા, પાણીની ટાંકી, જાહેર શૌચાલય, નવી પાણીની લાઇનો નાખવા તેમજ અન્ય સુવિધા માટે નાણા પંચ તેમજ સંસદસભ્ય અને ધારાસભ્યની ગ્રાન્ટ મળે છે પરંતુ ચૂંટણયેલી પાંખના અભાવે આ કામો થતા નથી. આ જોતાં એમ કહી શકાય કે ગામડામાં વિકાસના કામો જ અટકી પડયા છે.
ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણી રાજકીય પક્ષો માટે મહત્વની હોય છે. વિધાનસભા કે લોકસભાની ચૂંટણીમાં ગ્રામ્યસ્તરે પહોંચવા પંચાયત સ્તરે સંગઠન મહત્વની ભૂમિકા અદા કરી છે. પંચાયતની ચૂંટણીમાં કોઇ પક્ષ સીધી ભાગ લેતા નથી પણ પોતાના સમર્થકોને ટેકો જાહેર કરતા હોય છે.
ગ્રામ પંચાયતે શું શું કામ કરવાના હોય
ગામમાં સફાઇ, રસ્તાનું નિર્માણ, ઘર વપરાશ અને પશુ માટે પાણીની વ્યવસ્થા, ગામમાં લાઇટની સુવિધા, સરકારી મિલકતોની જાળવણી, ગ્રામજનોના આરોગ્યની વ્યવસ્થા કરવી, પંચાયત ઘરથી લોકોને ઓનલાઇન સેવાઓ મળી રહે તે માટે આયોજન કરવું
(2:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
