તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
રાજ્યમાં ગરમીના પ્રકોપથી પાણી સુકાયા
સૌરાષ્ટ્રના ૨૦ ડેમો તળીયા ઝાટક : ૧૫ ડેમોમાં માત્ર ૧ ટકો પાણી !!
સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, રાજકોટ, પોરબંદર તથા જુનાગઢ જીલ્લાના ડેમો ખાલી ખમ : નર્મદામાં માત્ર ૫૪ ટકા પાણીનો સંગ્રહ : વાંસલ, મચ્છુ-૩, આજી-૨ તથા ઘોડાધ્રોઇ ડેમોમાં ભરપૂર જળ રાશી : ૯૦ ટકા પાણી ભરેલુ છે

અમદાવાદ તા. ૨૦ : ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી ભીષણ ગરમીનો પ્રકોપ ચાલી રહ્યો છે. રાજ્યના ડેમોમાં પણ જળસપાટી ઘટી રહી છે. હાલ ડેમોમાં ક્ષમતાથી ૪૩.૧૧ ટકા જ પાણી બચ્યું છે. રાજ્યના ૨૦૭ ડેમોમાંથી ૨૦ જેટલા તળીયા ઝાટક બન્યા છે. જ્યારે ૧૫ ડેમોમાં ૧ ટકાથી ઓછું પાણી છે.
રાજ્યમાં ડેમોમાં પાણીના મામલે સૌરાષ્ટ્રની સ્થિતિ ખરાબ છે. અહીંના તમામ ડેમોમાં કુલ ૧૮.૫૧ ટકા જ પાણી બચ્યું છે. જ્યારે નર્મદા ડેમમાં ૫૪ ટકા જળસંગ્રહ હાલ પણ હાજર છે. રાજ્યના પ્રમુખ ડેમોની પાણી સંગ્રહ ક્ષમતા ૨૫૨૬૨.૨૯ મીલીયન ક્યુબીક મીટર છે. શુક્રવારની સ્થિતિ મુજબ હાલ ૪૩.૧૧ ટકા (૧૦૮૯૦.૬ એમસીએમ) પાણી રહ્યું છે.
કુલ ડેમોમાંથી ૧૪૧ ડેમ સૌરાષ્ટ્રમાં છે, જેની ક્ષમતા ૨૫૮૮.૪૯ એમસીએમ છે. જ્યારે તેમાં માત્ર ૧૮.૫૧ ટકા તેમાં સુરેન્દ્રનગર, ભાવનગર, જામનગર, રાજકોટ, પોરબંદર તથા જુનાગઢ જીલ્લાના ડેમોનો સમાવેશ થાય છે. રાહતના સમાચાર એ પણ છે કે ૪ ડેમો એવા છે જેમાં ક્ષમતાથી ૯૦ ટકા કે તેથી વધુ પાણી હજી પણ સંગ્રહાયેલુ છે. જેમાં સુરેન્દ્રનગરનો બંસલ ડેમ, મોરબીનો મચ્છુ-૩ તથા ઘોડાધ્રોઇ તથા રાજકોટનો આજી-૨ ડેમ પાણીથી છલોછલ છે. તેમ રાજસ્થાન પત્રિકાના અહેવાલમાં જણાવાયું છે.
(2:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
