તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
ખેલાડીઓને પ્રોત્સાહન આપવા ક્રિકેટ પ્રીમીયર લીગઃ નરહરિ અમીન-બળવંતસિંહની હાજરીમાં પ્રારંભ
અમદાવાદમાં એસ.જી.પી.પી. મેદાનમાં ક્રિકેટ પ્રીમીયર લીગના પ્રારંભ પ્રસંગે મંત્રી બળવંતસિંહ રાજપૂત, સાંસદ નરહરિ અમીન, ગુરૂકુલના બાળકૃષ્ણ સ્વામી, ચીરીપાલ ફાઉન્ડેશનના રોનક ચીરીપાલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

રાજકોટ,તા.૨૦: ગુજરાતમાં સ્થાનિક ક્રિકેટ પ્રતિભાઓને પ્રમોટ કરવા માટે ચીરિપાલ ફાઉન્ડેશનના ઉપક્રમે પ્રથમ ક્રિકેટ પ્રીમિયમ લીગ ૨૦૨૪ (CPL-24) નું આયોજન એસ.જી.વી.પી. ગ્રાઉન્ડ, એસ.જી.હાઇવે, અમદાવાદ ખાતે ગઇ કાલે સાંજે મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતનાં હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી નરહરિ અમીન, સંસદસભ્ય (રાજયસભા, ગુજરાત), પૂર્વ પ્રમુખ જી.સી.એ. શ્રી અનિલભાઈ પટેલ માનદ સચિવશ્રી, જી.સી.એ અને એસજીવીપી ગુરુકુળ નાં શ્રી બાલકૃષ્ણ સ્વામીજી ઉપસ્થિત રહ્યા.
મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે બીજા રાજયમાં જે રીતે ક્રિકેટ ટુર્નામેન્ટો થાય છે તેવી જ રીતે ગુજરાતમાં પણ ચીરીપાલ ફાઉન્ડેશન દ્વારા ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે કરવામાં આવ્યું છે તે ગુજરાતને ગૌરવ આપવા જેવી બાબત છે. ૨૦૩૬ ની ઓલમ્પિક આપણા ગુજરાતમાં અમદાવાદમાં થવાની છે ત્યારે તે પણ એક ગૌરવની બાબત છે. ક્રિકેટ પ્રીમિયર લીગ થી આ ખેલાડીઓને ખૂબ અનુભવ મળશે અને રણજી ટ્રોફીમાં કે આવનારી આઇપીએલ ટુર્નામેન્ટમાં પણ પસંદગી થવાની તક મળશે.
સંસદસભ્ય (રાજયસભા, ગુજરાત), પૂર્વ પ્રમુખ જી.સી.એ. નરહરિ અમીને જણાવ્યું હતું કે ચીરીપાલ ફાઉન્ડેશન દ્વારા ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સહયોગથી એસજી હાઇવે ખાતે આવેલી એસજીવીપી ગુરુકુળ મેદાન ખાતે ટી૨૦ ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત ક્રિકેટ એસોસિએશનના રણજી ટ્રોફીના ખેલાડીઓ અને T-20 ના સિનિયર ખેલાડીઓ સહિત કુલ ૧૦૦ જેટલા જુદી જુદી ટીમમાં ભાગ લેનાર છે. આ ખેલાડીઓને આવનારી T-20 ક્રિકેટલીગમાં તક મળે તેવી તૈયારી ચિરીપાલ ગ્રુપ દ્વારા કરવામાં આવી છે. બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ સાથે વાત કર્યા પ્રમાણે જીસીએ તરફથી પણ સપોર્ટ મળી રહ્યો છે. રણજી ટ્રોફીના પસંદગી સમિતિનાં ચેરમેન કીરાતિ દામાણી દ્વારા બધી ટીમનું સિલેક્શન કરવામાં આવ્યું છે. જીસીએ દ્વારા કોચ અને મેનેજરની પણ નિમણૂક કરવામાં આવી છે. બીસીસીઆઈના સેક્રેટરી જય અમિતભાઈ શાહ તેમજ ગુજરાતનાં ક્રિકેટર પાર્થિવ પટેલને પણ બીજી જૂન ફાઇનલના પુર્ણાહુતિ દિવસે મુખ્યમહેમાન તરીકે હાજર રહેવા માટે આમંત્રણ આપ્યું છે. ચીરીપાલ ગ્રુપ તરફથી ફાઇનલ વિજેતા ટીમને પાંચ લાખ રૂપિયાનું રોકડ પુરસ્કાર તેમજ રનર્સ અપને અઢી લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે.
ચિરીપાલ ફાઉન્ડેશનનાં રોનક ચિરીપાલે જણાવ્યું હતું કે ઘણા બધા ક્રિકેટર્સને પ્રોત્સાહન આપવા માટે ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કરવામાં આવ્યું છે. આઇપીએલના નિયમો મુજબ જ ક્રિકેટ પ્રીમિયર લીગનું આયોજન કર્યું છે.
ઓપનિંગ સેરેમની દરમિયાન રાષ્ટ્રગીત બાદ પાર્થ ઓઝા દ્વારા મ્યૂઝિકલ પર્ફોર્મન્સ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ક્રિકેટ પ્રીમિયર લીગ - ૨૦૨૪ (CPL-24) પ્રથમ મેચ Sabarmati Strikers અને GANDHINAGAR LIONS વચ્ચે રમાઈ જેમાં બંને ટીમોને સરખો સ્કોર થતાં મેચ ટાઇ માં પરિણમી હતી ત્યાર બાદ સુપર ઓવરમાં Sabarmati Strikers નો વિજય થયો હતો.
સાબરમતીના ખેલાડીઓ મનીષ શર્માને ચીરિપાલ ગ્રુપના જયોતિપ્રસાદ ચીરિપાલ તેમજ હીરામણિ સ્કૂલનાં મેનેજિંગ ટ્રસ્ટી વરૂણ અમીનના હસ્તે મને ઓફ ધી મેચનો મોમેન્ટો અને રૂો ૧૦,૦૦૦ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો.
(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
