<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

અને અનુપમસિંહ ગેહલોતે એ ડ્રગ્‍સ પેડલરોની પરિવારની બેકારી દૂર કરવા રોજગારીની વ્‍યવસ્‍થા કરી આપી

ડ્રગ્‍સ પેડલરો શું કરે છે? તેની ચકાસણી રિપોર્ટ દરમિયાન પીઆઇ અતુલ સોનારાએ કેટલાકની આંખો ભીની હોવાનું જાણીને આઇપીએસને એ પીડા શેની હતી તે સમજતા વાર ન લાગી... : કોઇને શાકભાજીનો ધંધો, પત્‍નિને મહેંદી, બ્‍યુટી પાર્લર, અગરબતી બનાવવા સહિતના રોજગાર અપાવતા પરિવારની આંખોમાંથી આંસુના સ્‍થાને આશિર્વાદ વરસ્‍યા

રાજકોટ તા.૨૦: નો ડ્રગ્‍સ ઈન સુરત અભિયાનમાં વાલીઓ , સ્‍કૂલ, કોલેજો જોડવા સાથે શાળાનાં વિદ્યાર્થીઓને સામેલ કરી રેલીઓ સહિતના પ્રોગ્રામ દ્વારા જાગળતિ લાવવા સાથે ભૂતકાળમાં ડ્રગ પેડલરો તરીકે પકડાયેલા લોકો શું કરે છે, તે માટે પોલીસ કમિશનરનાં આદેશથી રાંદેર પોલીસ મથકમાં આ લોકોને તેડાવી તેની આકરી પૂછપરછ કરી તેઓ આ ધંધો છોડી દીધો છે તેવું જણાવ્‍યું પરંતુ અમુક લોકોની આંખોમાં ભીનાશ હોવાનું પીઆઇ અતુલ સોનારાંએ પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત જે આ કાર્યમાં સીધો રસ દાખવતા હતા તેમને જણાવ્‍યું.

પોતાના માનવીય અભિગમ માટે જાણીતા પોલીસ કમિશનર અનુપમસિહ ગેહલોત એ દ્રશ્‍ય જોયા વગર સમજી ગયા કે બાબત શું છે, ફકત સજા નહિ ગુનેગારો પેકી ઘણા સંજોગોનો શિકાર હોય છે, ઘરમાં કમાનાર જેલમાં જાય કે ધંધો છૂટી જાય ત્‍યારે એ પરિવારની હાલત શું થાય? એવું આ આઇપીએસ ખૂબ સારી રીતે સમજતા હોવાથી રાંદેર પીએસઆઈ બી.એમ. પરમાર કે જે આખી બાબત પીઆઇ અતુલ સોનારાં, એડી.સીપી.કે.એન.ડામોર, ડીસીપી રાકેશ બારોટ કે એસીપી ચૌધરીનાં માર્ગદર્શન હેઠળ હેન્‍ડલ કરતાં હતાં તેને પણ ઉપસ્‍થિત રાખી રાંદેર પોલીસ મથકના એ ઘટનાના સીસીટીવી ફૂટેજ તપાસી તેમાંથી ઘણાંની આંખમાં આંસુ , પીડા હતા તે તમામને અલગ કર્યા, અને તેમને પૂછપરછ કરી, અનુપમસિંહ ગેહલોત દ્વારા તુરંત પોતાના મનનું સમાધાન થય ગયું કે આ લોકો પાસે રોજગારી નથી, પરિવારની જવાબદારી છે, આજે નહિ તો કાલે પોતાના પરિવાર માટે કોઈ રોજગારી નહિ મળે તો નક્કી મૂળ ધંધામાં જશે. એટલે કેટલીક સામાજિક સંસ્‍થા, કેટલાક પરિચિત ધંધાર્થીઓ સાથે ચર્ચા કરી આ લોકોને રોજગારી આપવા નિર્ણય થયો, કોઈ આઇપીએસ નાના માણસ માટે આટલું બધું વિચારે કલ્‍પના ન થાય પરંતુ આ મૂઠી ઊંચેરા અધિકારી અંગે પોલીસ તંત્ર પાસે આખું પુસ્‍તક લખાય તેટલા અનુભવના દાખલા છે.

 એક આરોપી એ.સી રીપેરીંગનું કામ કરતો થયેલ તેમજ તેની પત્‍નિ મહેંદી મુકવાના તથા લેડીઝ બ્‍યુટી કેરના વ્‍યવસાય ચાલુ કરેલ તેમજ અન્‍ય શાકભાજીનો ધંધો તેમજ ઓનલાઈન બુટ ચપ્‍પલ વેચવાનો અલગ અલગ વ્‍યસાયમા જોતરાય સમાજની મુખ્‍ય ધારામા સામેલ થવા પ્રયત્‍ન કરતા હોય જે બતાવવામા આવ્‍યુ આ સીવાય કેટલાક ડ્રગ્‍સ એડીક્‍ટ લોકોને પણ ડ્રગ્‍સથી થતા નુક્‍શાન બાબતે માહિતગાર કરવામા આવ્‍યા સાથે સાથે વધુ પ્રમાણમા ઘણા સમયથી ડ્રગ્‍સ લેતા હોય અને હાલ ડ્રગ્‍સને લગતા વ્‍યસનમુક્‍તી કેંદ્રમા અને તેથી છુટવા સંઘર્ષ કરી રહેલા હોય તેમના પણ ઈન્‍ટરવ્‍યુ કરવામાં આવેલ અને જેઓએ આ નશાને કારણે શારીરીક તેમજ સામાજીક અને પારીવારીક રીતે જે નુકશાન વેઠેલ તેને ભરપાઈ કરવા હાલ નશામાંથી બહાર આવવા પ્રયત્‍ન કરી રહેલ હોવાનું અને સમાજની મુખ્‍ય ધારામા જોડાવા સંઘર્ષ કરી રહેલ હોવાનું જણાવેલ આ કાર્યક્રમમા આરોપીઓએ હાથમાં બેનરો પોસ્‍ટરો પકડી નશો નહીં કરવાના તથા હવે પછી ડ્રગ્‍સનું સેવન નહી કરીએ અને કરવા નહીં દઈએ તેવી શપથ લીધી સાથે સાથે ડ્રગ એડીક્‍ટ તેમજ રાંદેર પોલીસ સ્‍ટાફના માણસો તેમજ મેદાનમાં રમતગમત સારૂ આવેલ ૧૦૦ જેટલા નાના બાળકો/ભુલકાઓએ પણ શપથ લેતા યાદગાર દ્રશ્‍યો સર્જાવા પામેલ.

(7:01 PM IST)