<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

પાંચ દિવસ ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાશેઃ યલો-ઓરેન્‍જ એલર્ટની ચેતવણી

અમદાવાદ તા. ર૦: પાંચ દિવસ સુધી ગુજરાત અગનભઠ્ઠીમાં શેકાશે હવામાન વિભાગે ગરમી અંગે મોટી આગાહી કરી છે અમદાવાદવાસીઓ પાંચ દિવસ ખૂબ જ સાવધાન રહેજો અમદાવાદમાં પાંચ દિવસ ઓરેન્‍જ એલર્ટની ચેતવણી સાથે ગુજરાતના ૧ર જિલ્લાઓમાં ઓરેન્‍જ એલર્ટની ચેતવણી અપાઇ છે.

પ દિવસ સુધી રાજયના ર જિલ્લામાં યલો એલર્ટની ચેતવણી રાજયના ઘણા ભાગોમાં હીટવેવની આગાહી પાંચ દિવસ ગુજરાતમાં ગરમી ભુકકા બોલાવી દેશે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણામાં ઓરેન્‍જ એલર્ટ બનાસકાંઠા, પાટણ, સુરત, વલસાડમાં ઓરેન્‍જ એલર્ટની ચેતવણી અપાઇ છે.

ભાવનગર, રાજકોટ, પોરબંદર, કચ્‍છમાં ઓરેન્‍જ એલર્ટ અમરેલી અને સાબરકાંઠામાં પાંચ દિવસ યલો એલર્ટ ર દિવસ સુધી ૧ર જિલ્લામાં રાત્રિ પણ ગરમ રહેશે સૌથી વધુ ડીસામાં ૪પ.૩ ડિગ્રી તાપમાન અમદાવાદનું તાપમાન ૪પ ડિગ્રીએ પહોંચ્‍યું છે.

(3:42 PM IST)