<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

પરફેક્‍ટ લુંટ મર્ડર પ્‍લાન કરનાર યુવાનથી ક્રાઇમ બ્રાન્‍ચ બે ડગલાં આગળ રહેશે તે વાત હત્‍યારો ભૂલ્‍યો અને પાંચ કલાકમાં પકડાયો

કેવું યોગનુંયોગ રાષ્‍ટ્રીય એવોર્ડ વિજેતા વિશ્વાસ પ્રોજેકટના સ્‍વપ્‍નદ્રષ્‍ટા નરસિંહમાં કોમારને વડોદરા સીપી તરીકે તુરંત ભેદ ઉકેલરૂપી ફળો મળી રહ્યા છે : આઇપીએસ મનોજ નિનામા, ડીસીપી યુવરાજસિંહ જાડેજા, ડીસીપી લીના પાટીલ અને એસીપી હરપાલસિહ રાઠોડના માર્ગદર્શનમાં પીઆઇ આર જી.જાડેજા, એચ. ડી તુવારા ટીમની સરાહનીય કામગીરી

રાજકોટ તા.૨૦: સમગ્ર ગુજરાતમાં કેન્‍દ્રીય મંત્રી અમિતભાઈ શાહ દ્વારા જેની જાહેર પ્રસંશા થયેલ છે જેને રાષ્ટ્રીય એવોર્ડ મળ્‍યા છે તેવા સીસીટીવીના વિશ્વાસ પ્રોજેક્‍ટનાં સ્‍વપ્‍નદૃષ્ટા એવા સિનિયર આઇપીએસ નરસિંહમાં કોમારને પિતાની સખત મહેનતથી કરેલ પ્રોજેક્‍ટનાં ફળ હવે ચાખવા મળતા હોય તેવા વડોદરામાં બનતી કોઇપણ ઘટના આવા પ્રોજેકટ સાથે પોલીસ  સ્‍ટાફની જહેમતને લીધે મળવા લાગ્‍યા છે જેનું વધુ એક ઉદાહરણ બહાર આવ્‍યું છે.    

શીખ પરિવારના વડીલ વૃદ્ધા એવા સિનિયર સિટીઝન મહિલાનું મર્ડર થયું. સ્‍થાનિક પોલીસ સાથે જેસીપી મનોજ નિનામા, ડીસીપી લીના પાટીલ, યુવરાજસિંહ જાડેજા અને એસીપી હરપાલસિંહ રાઠોડના નેતૃત્‍વ હેઠળ ક્રાઇમ બ્રાંચની ઉમદા ટીમ ઉતારી દીધી, અને સીપીએ ચેમ્‍બરમાં બેસવાને બદલે સ્‍થળ પર આવી પત્રકારોનાં સવાલ અંગે સંતોષજનક જવાબ આપી તેમને પણ આ કાર્યમાં જોડી દીધા.

ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ ઇન્‍સ્‍પેકટર આર.જી.જાડેજા તથા પોલીસ ઇન્‍સ્‍પેકટર એચ.ડી.તુવરનાઓની દોરવણી હેઠળ ક્રાઇમ બ્રાન્‍ચના પોલીસ સબ ઇન્‍સ. પી.એમ.ધાખડા તથા અન્‍ય પોલીસ અધિકારી/કર્મચારીઓએ આ ગુનાની જગ્‍યાની તુર્તજ વિજીટ કરી જુદી જુદી ટીમો દ્વારા ગુનામાં સંડોવાયેલ આરોપી મુદ્દામાલ અંગે સી.સી.ટી.વી, ટેકનીકલ અને હ્યુમન સોર્સીસ આધારીત તપાસ કરતા સદર બનાવ બનેલ તે જગ્‍યાએથી લોહિના ડાઘાઓ બનાવવાળી જગ્‍યાથી કેટલાક અંતર સુધી જણાયેલ.

જેમા એક શંકાસ્‍પદ ઇસમની હિલચાલ જણાયેલ જેથી હ્યુમન સોર્સીસ આધારીત ખાત્રી તપાસ કરતા આ ઇસમ આ બનાવમા ભોગ બનેલ સીનીયર સીટીઝન મહિલાના રહેણાંક મકાનની બાજુમાં આવેલ મ.નં. બી/૬ ભાઇલાલ પાર્ક સોસાયટીમા રહેતો ઇસમ નામે વિશાલ દિપકભાઇ સરોજનો હોવાનુ જણાતા જેથી ક્રાઇમ બ્રાન્‍ચની ટીમ દ્વારા આ ગુનામાં શંકાસ્‍પદ જણાઇ આવેલ ઇસમની હ્યુમન સોર્સીસ આધારીત તપાસ દરમ્‍યાન આ ઇસમ તરસાલી જી.ઇ.બી ઓફિસ પાસે હોવાની મળેલ માહિતી આધારે ક્રાઇમ બ્રાન્‍ચની ટીમ ત્‍યા જતા ત્‍યાં હાજર ઇસમ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમને જોઇ નાશવાનો પ્રયત્‍ન કરેલ પરંતુ સદર ઇસમને સ્‍થળ ઉપરથી પકડી પાડી સદર ઇસમ નામે વિશાલ દિપકભાઇ સરોજ ઉ.વ.૧૯ રહે. બી/૬ ભાઇલાલ પાર્ક સોસાયટી, ઉનડદિપ કોમ્‍પલેક્ષ સામે, તરસાલી, વડોદરાની ઝડતી તપાસ કરતા તેની પાસેથી મોબાઇલ ફોન-૧, જુદી જુદી બેંકોના છ એ.ટી.એમ કાર્ડ અને બે આર.સી.બુક અને સોનાની એક ચેઇન તુટેલ હાલતની તથા કાનની બુટીની જોડ એ રીતેની વસ્‍તુ મળી આવતા અને સદર ઇસમ તેની પાસેથી મળેલ મોબાઇલ ફોન અને સોનાના દાગીનાનુ બીલ કે આધાર પુરાવા રજુ નહી કરી શકતા સદર ઇસમની સઘન પુછપરછ દરમ્‍યાન તે પોતે સાવકા પિતાના ઘરમાંથી તેઓના આ બેંકોના એ.ટી.એમ કાર્ડ તેમજ આર.સી.બુક લઇ આવી ગઇ તા.૧૪/૫/૨૦૨૪ ના રોજથી પોતાના ઘરેથી નિકળી ગયેલાનુ અને પોતાને હાલમા રૂપીયાની જરૂર હોય જેથી ભાઇલાલ પાર્ક સોસાયટીમા પોતાના મકાનની બાજુમા આવેલ મ.નં. બી/૭ માં વૃધ્‍ધ પતિ પત્‍ની રહેતા હોય જેમા વૃધ્‍ધ મહિલા સોનાની ચેઇન અને કાનમા સોનના બુટીઓ પહેરતી હોય તે લુંટી લેવાનો ઇરાદો રાખી પોતાની સાથે સર્જીકલ બ્‍લેડ સાથે લઇ આ વૃધ્‍ધ મહિલા સવારના ચારેક વાગ્‍યે ઉઠી જતી હોય જેથી પોતે આજરોજ વહેલી સવારના સાડા ત્રણ-ચાર વાગ્‍યાના સુમારે આ વૃધ્‍ધ મહિલાના ઘર પાસે ગયેલ અને આ મ.નં બી/૭ બહાર સેન્‍સરવાળી લાઇટ લગાવેલ હોય જેના કારણે ત્‍યાંથી વ્‍યક્‍તિ પસાર થાય તો લાઇટ ચાલુ થતી હોય જેથી મે આ મકાનની લાઇટની મેઇન સ્‍વીચ બંધ કરી દિધેલ અને તે સમયે આ વૃધ્‍ધ મહિલા તેના ઘરના દરવાજાની બહાર દરવાજા પાસે ઉભેલ હોય અને આ વૃધ્‍ધ મહિલાએ ગળામા સોનાની ચેઇન પહેરેલ હોય તે સોનાની ચેઇન લુંટી લેવાનો ઇરાદો રાખી તે ચેઇનને પકડતા જેથી આ વૃધ્‍ધ મહિલા એકદમ પલ્‍ટી જતા ત્‍યા ત્‍યાંજ પડી ગયેલ અને તેમજ આ વૃધ્‍ધ મહિલા બુમો પાડવા લાગતા તે પોતે પકડાઇ ન જાય જેથી તેણે સાથે લાવેલ સર્જીકલ બ્‍લેડ આ મહિલાના ગળા ઉપર મારી દિધેલ જેથી આ મહિલાના ગળામા ઇજા થઇ લોહી નિકળવા લાગેલ અને આ સર્જીકલ બ્‍લેડનો ઘા મારતી વખતે પોતાને જમણા હાથના અંગુઠા પાસેની આંગળી ઉપર ઇજા થયેલ. આ વૃધ્‍ધ મહિલાને સર્જીકલ બ્‍લેડના ઘા ના કારણે લોહી નિકળતુ હોય અને બચાવ માટે બુમો પાડવાની કોશીષ કરતી હોય તે સમયે મે આ વૃધ્‍ધ મહિલાએ પહેરેલ સોનાની ચેઇન જોરથી ખેંચી તોડી લીધેલાનુ અને કાનની બુટી મે પોતે કાઢી દાગીનાની લુંટ કરી લાવેલ તે દાગીના હોવાની હકિકત પ્રાથમીક પુછપરછ દરમ્‍યાન જણાવેલ. જેથી ક્રાઇમ બ્રાન્‍ચે સદર ઇસમ સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ માટે મકરપુરા પોલીસ સ્‍ટેશનને સુપરત કરવાની કાર્યવાહી કરેલ છે.

 આ લુંટ વિથ મર્ડરનો ગંભીર ગુનો પોતાના આર્થિક ફાયદા સારૂ આચરનાર આરોપી વિશાલ દિપકભાઇ સરોજ તેના સાવકા પિતા સાથે ભાઇલાલ પાર્ક સોસાયટીના મ.નં બી/૦૬ મા રહેતો હોય અને તેની બાજુમા મ.નં બી/૦૭ માં ભોગ બનનાર વૃધ્‍ધ મહિલા અને તેના પતિ રહેતા હોય અને આ ભોગબનનાર મહિલા અને તેના પતિ વૃધ્‍ધ હોય જેથી નાના નાના જરૂરી કામો માટે આ કામના આરોપી વિશાલ સરોજની મદદ લેતા હોય જેના કારણે આરોપી આ લુંટ વિથ મર્ડરનો ગંભીર ગુનો પોતાના આર્થિક ફાયદા સારૂ આચરનાર આરોપી વિશાલ દિપકભાઇ સરોજ તેના સાવકા પિતા સાથે ભાઇલાલ પાર્ક સોસાયટીના મ.નં બી/૦૬ મા રહેતો હોય અને તેની બાજુમા મ.નં બી/૦૭ માં ભોગ બનનાર વૃધ્‍ધ મહિલા અને તેના પતિ રહેતા હોય અને આ ભોગબનનાર મહિલા અને તેના પતિ વૃધ્‍ધ હોય જેથી નાના નાના જરૂરી કામો માટે આ કામના આરોપી વિશાલ સરોજની મદદ લેતા હોય જેના કારણે આરોપી વિશાલ સરોજ ભોગ બનનાર સબંધે તમામ માહિતીની જાણકારી ધરાવતો હોય આરોપીનો તેના માતા પિતા સાથે ઝઘડો થતા તે સાવકા પિતાના છ બેંકોના એ.ટી.એમ કાર્ડ અને બે વાહનની આર.સી.બુક લઇને ઘરેથી નિકળી ગયેલ અને આરોપી ઘરેથી જતો રહેતા જે અંગેની જાણ મકરપુરા પો.સ્‍ટે.મા તેના પરીવાર તરફથી અરજી આપવામાં આવેલ હતી. આરોપીને મોજશોખ માટે રૂપીયાની જરૂર હોય જેથી આ ગંભીર પ્રકારનો ગુનો આચરેલ હોવાની હકિકત પ્રાથમીક તપાસમાં જણાવેલ છે.

(3:43 PM IST)