તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
ગુજરાત હાઇકોર્ટ દ્વારા સીનીયર સિવિલ જજ - ડીસ્ટ્રીકટ જજ કેડરના જજોની બઢતી - બદલીના હુકમો
ગુજરાતભરમાં ઉનાળુ વેકેશન સંદર્ભે ન્યાયાધીશોની મોટાપાયે બદલીઓ : સિવિલ કેડરમાં રાજકોટ જીલ્લા ૨૧ બદલીઓમાં મોટાભાગે રાજકોટમાં જ સમાવેશ કરાયો : રાજકોટ ઉપરાંત સુરત, અમદાવાદ, વડોદરા, બનાસકાંઠા, સૌરાષ્ટ્રમાં જામનગર, અમરેલી, જૂનાગઢ, મોરબી, પોરબંદર જીલ્લાના જજોની બદલીઓ

રાજકોટ તા. ૨૦ : ગુજરાત હાઇકોર્ટ સીનીયર સિવિલ જજ કક્ષાના ૨૧૦ તેમજ ડીસ્ટ્રીકટ જજ કેડરના ૧૧૬ ન્યાયાધીશો મળી કુલ ૩૨૬ જેટલા ન્યાયાધીશોની બદલી - બઢતીના હુકમો બહાર પાડયા છે.
આ અગાઉ મુખ્ય પ્રિન્સીપાલ સેસન્સ એન્ડ ડીસ્ટ્રીકટ જજો તેમજ જયુ.મેજી.ના બદલીના હુકમો થયા હતા. ઉનાળુ વેકેશન દરમિયાન બદલીનો આ ત્રીજો સૌથી મોટો ઘાણવો ગુજરાત હાઇકોર્ટ દ્વારા બહાર પાડવામાં આવેલ છે. જેમાં કુલ ૩૨૬ જેટલા સીનીયર સિવિલ જજ, ફેમીલી કોર્ટના પ્રિન્સીપાલ જજ તેમજ અધિક સેસન્સ એન્ડ ડીસ્ટ્રીકટ જજની કેડરના ન્યાયાધીશોની બદલીના હુકમોનો સમાવેશ કરાયો છે.
રાજકોટ જીલ્લામાં સીનીયર સિવિલ જજમાંથી ડીસ્ટ્રીકટ જજ કેડરમાં જેઓની બદલી - પોસ્ટીંગ આપવામાં આવેલ છે. તેમાં ગોંડલના મુસ્તાક અહેમદ ભાટીને ૩જા જજમાંથી ગોંડલમાં જ ૪થા જજ તરીકે મુકવામાં આવેલ છે. જ્યારે રાજકોટના ૪ અધિક ડીસ્ટ્રીકટ જજ ધર્મેન્દ્રસીંગ શેરસીંગને રાજકોટમાં જ છઠ્ઠા એડી.ડી. જજ તરીકે મુકવામાં આવેલ છે. જ્યારે આજ રીતે એ.એમ.શેખ, એસ.વી.શર્મા અને એચ.એ.ત્રિવેદીની રાજકોટમાં જ કોર્ટ ટ્રાન્સફર કરીને રાખવામાં આવેલ છે.
આ ઉપરાંત રાજકોટના ૧૦માં અધિક ડીસ્ટ્રીકટ જજ વી.કે.ભટ્ટને રાજકોટમાં ૧૧માં એડી. ડી.જજ તરીકે રાખવામાં આવેલ છે. આ ઉપરાંત એમ.એચ.પઠાણને રાજકોટમાં જ રાખવામાં આવેલ છે.
આજ રીતે ભાવનગર, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, બનાસકાંઠા, વડોદરા, સુરત, અમદાવાદ, ગાંધીધામ, કચ્છ, મોરબી જિલ્લામાં પણ ફેરફાર કરવામાં આવેલ છે.
જ્યારે સિવિલ જજ કેડરમાં રાજકોટના ૨૧ જજોની બદલીઓ થયેલ છે. જેમાં ગોંડલના એમ.એસ.દવેને રાજકોટ ખાતે મુકવામાં આવેલ છે. જ્યારે રાજકોટના જ એસ.સી.મકવાણા, બી.કે. દશોંડી, જે.એસ.પ્રજાપતિ, એમ.જી.શાહ, ડી.આર. જગુવાલા, એમ.ડી.પરમાર સહિત ૧૯ સિવિલ જજોને રાજકોટમાં જ ટ્રાન્સફર અપાઇ છે.
જ્યારે ગોંડલના અન્ય એક સીવીલ જજ આર્ય રામકુમારને રાજકોટ ખાતે બદલી કરાઇ છે.
ઉનાળુ વેકેશન દરમિયાન હાઇકોર્ટ દ્વારા ન્યાયાધીશોની બદલી - બઢતીના હુકમમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવેલ છે.
(3:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
