તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
આજથી ગાંધીનગરના ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સમર યોગ કેમ્પનો શુભારંભ

રાજકોટ,તા.૨૦ : પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અથાગ પ્રયત્નોથી આપણી ભારતીય સંસ્કળતિની દેન ‘‘યોગ'' ને વિશ્વ ફલક સુધી પહોંચાડી ૨૧ મી જુન ને ‘‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ'' તરીકે માન્યતા અપાવેલ છે. સમગ્ર વિશ્વએ સ્વીકાર્યુ છે કે યોગ થકી શારીરિક અને માનસિક સ્વાસ્થ્યની સાથે સાથે એક સારા સમાજનું નિર્માણ થાય છે.
યોગના આ કાર્યને આગળ વધારવા માટે ગુજરાત સરકાર દ્વારા યોગને પ્રોત્સાહન આપવા અને યોગનો પ્રચાર-પ્રસાર થાય તથા જન જન સુધી યોગ પહોંચે અને લોકો યોગમાં રસ લઈ શારીરિક અને માનસિક રીતે મજબુત બની નિરોગી રહે તેવા શુભ આશયથી સમગ્ર દેશમાં સૌપ્રથમ નિર્ણય લઈ રમત ગમત, યુવા અને સાંસ્કળતિક પ્રવળત્તિઓ વિભાગ ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના કરવામાં આવી.
જેના ભાગરૂપે ગત વર્ષે ગુજરાત રાજય યોગ બોર્ડ દ્વારા એક પહેલ કરવામાં આવેલ અને વિદ્યાર્થીઓ માટે યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ૦૭ થી ૧૫ વર્ષના બાળકો આ યોગ સમર કેમ્પમાં ભાગ લે અને નાનપણથી જ. તેઓમાં યોગ પ્રત્યેની જાણકારી મળે અને યોગ કરતા થાય તે માટે ગત વર્ષે ઓછામાં ઓછા ૭૫ બાળકો સાથે સમગ્ર ગુજરાતમાં ૧૦૦ જેટલા સ્થળો ઉપર નિઃશૂલ્ક યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવેલ અને જેમાં ખુબ જ સારો -તિસાદ મળેલ હતો. તે મુજબ આ વર્ષે પણ તા.૨૦/૦૫/૨૦૨૪ થી ૨૯/૦૫/૨૦૨૪ (દરા દિવસ) દરમિયાન ઓછામાં ઓછા ૧૦૦ બાળકો સાથે સમગ્ર ગુજરાતમાં ૨૦૦ જેટલા સ્થળો ઉપર ૦૭ થી ૧૫ વર્ષના બાળકો માટે નિઃશૂલ્ક યોગ સમર કેમ્પ યોજવાનું આયોજન કરવામાં આવેલ છે. જેનો હેતુ નાનપણથી જ બાળકોમાં સંસ્કાર આવે, તેઓના આહારમાં સુધારો આવે, તેઓની દિનચર્ચા સુધરે અને સમાજમાં એક આદર્શ બાળક તરીકે ઉભરી આવે અને યોગ -ત્યે જાગળત થાય તે માટેનો છે, જેનું શુભારંભ આજ તા. ૨૦/૦૫/૨૦૨૪ ના રોજ થયું છે, જેમાં આજ રોજ ૨૦,૦૦૦ થી વધુ બાળકોએ ભાગ લીધો છે.
આ કેમ્પનો હેતુ બાળકોને દૈનિક જીવનમાં યોગનું મહત્વ સમજાવવા અને એક નિરોગી ભવિષ્યનું નિર્માણ કરવા માટે અભિયાન ચલાવવાનો છે. કપ દરમિયાન, બાળકોને યોગ માહિતી પુસ્તિકા અને કેપ આપવામાં આવી છે, અને રમત સાથે યોગ તથા પૌષ્ટીક નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
આ કેમ્પ દ્વારા બાળકોને યોગના વિવિધ આસનો, પ્રાણાયામ અને ધ્યાનની પદ્ધતિઓ શીખવાડવામાં આવશે. સાથે યોગ અંગેની ચિત્રપોથી પણ બાળકો દ્વારા કરવામાં આવશે, જેના દ્વારા યોગના આસનો તથા પ્રાણાયામમાં કલર ભરી તેઓને આસનો અને પ્રાણાયામ ક્રિયા તથા ચિત્ર દ્વારા આસનો ખ્યાલ આવશે, જેથી તેઓ તેને પોતાના દૈનિક જીવનમાં સમાવી શકે અને એક સ્વસ્થ જીવનશૈલી અપનાવી શકે.
યોગ એક પ્રાચીન ભારતીય શાષા છે જેનું મહત્વ આજે પણ અકબંધ છે. યોગ દ્વારા માનવીનું શારીરિક, માનસિક અને આધ્યાત્મિક વિકાસ થાય છે. આ કેમ્પમાં બાળકોને યોગના આધારભૂત તત્વો અને તેના ફાયદાઓ વિશે વિસ્તળત જ્ઞાન આપવામાં આવશે તેમ () ફરજ પરના અધિકારી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગરએ જણાવ્યું છે.
(7:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
