<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

ગોહિલવાડમાં ગરમીથી લોકો શેકાયા: સતત બીજા દિવસે 44.2 ડીગ્રી ગરમી : 20 કિ.મી.ની ઝડપે ગરમ લુ ફેકાય

(વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર શહેરમાં ગરમીનું મોજુ યથાવત રહ્યું છે. આજે સતત બીજા દિવસે તાપમાનનો પારો 44 દીકરીને પાર કરતા લોકો ગરમીમાં શેકાયા હતા. દિવસ ભર અને સાંજે પણ ગરમ પવન ફૂંકાતા લોકો અકળાયા હતા. અંગ દઝાડતી ગરમીથી લોકોની મુશ્કેલી વધી છે. ઉનાળાની ગરમીના પગલે પંખા ,એસી વગર રહેવું મુશ્કેલ બન્યું હોય તેમ જણાઈ રહ્યું છે. ગરમીના પગલે લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું ,સાંજના સમયે પણ ગરમ પવન ફૂંકાતા લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા હજુ પણ તાપમાન વધશે તો લોકોની તકલીફ વધશે.

   ભાવનગર શહેરનું મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી નોંધાયું હતું .જ્યારે આજનું લઘુત્તમ તાપમાન 29. ડિગ્રી રહેવા પામ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 27% રહ્યું છે જ્યારે પવનની ઝડપ 20 કિ.મી પ્રતિ કલાકની રહેવા પામી હતી.

(8:14 PM IST)