તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
અમદાવાદના ઓઢવમાં હોટેલમાં અંગત પળો માણી રહેલ પરણિતા અને તેના પ્રેમીને પતિએ રંગેહાથ પકડી પાડ્યા
પ્રેમ સંબંધ નો ભાંડો ફૂટ્યો, પતિએ યુવકને માર માર્યો, યુવકે ડરના કારણે ત્રીજા ફ્લોર પરથી કૂદકો માર્યો અને તેને ઇજા પહોંચી

અમદાવાદના ઓઢવમાં આવેલ હોટેલમાં અંગત પળો માણી રહેલ પરણિતા અને તેના પ્રેમીને પતિએ રંગેહાથ પકડી પાડ્યા હતા. ત્યારબાદ તેમના પ્રેમ સંબંધ નો ભાંડો ફૂટ્યો હતો. પતિએ યુવકને માર માર્યો હતો, યુવકે ડરના કારણે ત્રીજા ફ્લોર પરથી કૂદકો માર્યો હતો અને તેને ઇજા પહોંચી હતી.
રખિયાલમાં રહેતો અને ફ્રીજ રીપેરીંગનો વ્યવસાય કરતા યુવકે ઓઢવ પોલીસ સ્ટેશનમાં પ્રેમિકાના પતિ સહિત ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે કહ્યું કે, 'વર્ષ પહેલા તે મહિલાના ઘરે ફ્રીજ રીપેર કરવા માટે ગયો હતો. તે સમયે એક બીજાએ મોબાઇલ નંબર ની અદલાબદલી કરી હતી. ત્યારબાદ મિત્રતામાંથી પ્રેમ સંબંધ પાંગર્યો હતો.'
શનિવારે બપોરે યુવક તેની પ્રેમિકાને લઈને ઓઢવ રિંગ રોડ ઉપર આવેલી એક હોટલમાં ગયો હતો. જ્યાં બપોરે પ્રેમી પંખીડા અંગત પળો માણી રહ્યા હતા તે દરમિયાન પતિએ અચાનક હોટલના રૂમનો દરવાજો ખટખટાવ્યો હતો અને યુવકે દરવાજો ખોલતા પ્રેમિકાના પતિને જોઇને તે ચોંકી ગયો હતો. પતિ અને તેની સાથે આવેલ અન્ય બે શખ્સોએ યુવકને ગાળો ભાંડી અને માર માર્યો હતો. હાલ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
(8:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
