તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
કાળઝાળ ગરમીને લઈ આરોગ્ય તંત્ર એલર્ટ
ઇડર અને હિંમતનગર સિવિલ સજ્જઃગરમીને લઈ હિંમતનગર અને ઈડર સિવિલ હોસ્પિટલમાં વિશેષ ટીમ સાથે સુવિધા તૈયાર રખાઈ છે

સાબરકાંઠા,તા.૨૦
સાબરકાંઠાના કાળઝાળ ગરમીને લઇને લોકો હવે પરેશાન બની ગયા છે. ગરમીને લઇને પરેશાન લોકો પણ બપોરે ઘરની બહાર નહી નિકળવા માટે મજબુર બન્યા છે તો ગરમીને લઇને દવાખાના અને હોસ્પીટલમાં ગરમીને લઇને પરેશાન દર્દીઓની સંખ્યામાં પણ વધારો થયો છે. ગરમીને લઈ હિંમતનગર અને ઈડર સિવિલ હોસ્પિટલમાં વિશેષ ટીમ સાથે સુવિધા તૈયાર રખાઈ છે. જેથી ગરમીની અસર થયેલ દર્દીઓને તુરંત સારવાર મળી શકે.
સાબરકાંઠા જીલ્લામાં ઇડર અને હિંમતનગરમાં જાણે કે આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા હોય એવો અહેસાસ થઈ રહ્યો છે. છેલ્લા કેટલાક દીવસ થી ગરમી ના પ્રમાણ મા વધારો થયો છે. ગરમીના પ્રમાણમાં વધારો થતા લોકો પણ પરેશાન બની ગયા છે.
ગરમીની અસર થવાને લઈ દર્દીઓ ને ચક્કર આવવા અને ડીહાઇડ્રેશનની સમસ્યા પીડાવી રહી છે અને જેને લઇને ગરમીમાં હવે તેઓએ હોસ્પીટલનો સહારો લેવો પડી રહ્યો છે . આ વર્ષે પણ ઉનાળાની ગરમીએ અકળાવી મુક્યા છે અને ગરમીને પરેશાન લોકો હવે બીમારીનો પણ ભોગ બનવા લાગ્યા છે અને આખરે સારવારને સહારે થવુ પડ્યુ છે
સિવિલ ખાતે વિશેષ સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. હાલમાં ગરમીના પ્રમાણને ધ્યાને રાખીને તબીબોની ટીમોને વિશેષ રીતે તૈયાર કરવામાં આવી છે. જેમાં ખાસ કરીને ડીહાઇડ્રેશન અને લૂ લાગવા જેવા દર્દીઓને લઈને પણ સારવાર માટે તૈયારીઓ કરવામાં આવી છે.
હિમતનગર સિવિલ હોસ્પિટલની ઓપીડીના આંકડાકીય રીતે જોઇએ તો છેલ્લા સપ્તાહ થી દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. હાલમાં પ્રતિદીન ૧૧૦૦ થી ૧૨૦૦ જેટલા દર્દીઓની ઓપીડી પ્રતિદીન નોંધાઇ રહ્યા છે. જેમાં ગરમીને લઈ અસર થયેલા દર્દીઓ પણ સારવાર માટે સિવિલ અને દવાખાનાઓમાં નોંધાઈ રહ્યા છે. ગરમીમા ખાસ કરીને ચક્કર આવવા થી ઢળી પડનારા અને ડીહાઇડ્રેશન થી પીડાતા લોકો માં મુખ્ય વધારો થઇ રહ્યો છે.
ગરમીને લઇને ઝાળા ઉલ્ટી ના પણ કેટલાક દર્દીઓ જિલ્લામાં સામે આવી રહ્યા છે. આરોગ્ય વિભાગે પણ લોકોને બપોરના સમયે બહાર નહી નિકળવા માટે પણ અપીલ કરી છે. અને પ્રવાહી પીણાં અને છાયડાનો ઉપયોગ વધુમાં વધુ કરવા માટે પણ અપીલમાં સલાહ કરાઇ છે. કારણ કે હજુ એક સપ્તાહ સુધી ગરમીનુ પ્રમાણ રહેવાનુ છે. જેને લઇને આરોગ્ય વિભાગે પણ હજુ એક સપ્તાહ સાબદુ રહેવુ પડશે.
(9:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
