તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
ફુલવાડી ગામમાં આવેલ પુલ નીચે ભૂખ અને ગરમીમાં પાણી ની તરસથી એક વ્યક્તિનું મોત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા:નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ફૂલવાડી ગામના પુલ નીચે એક વ્યક્તિનું ભૂખ અને તરસના કારણે મોત નિપજ્યું હતું
મળતી માહિતી અનુસાર સુરજવડ ગામમાં રહેતા સરપંચ મનાભાઇ મનસુખભાઇ તડવી (રહે. સુરજવડ તાલોકો ગરુડેશ્વર જીલ્લો. નર્મદા )નાઓ એ પોલીસમાં જાણ કર્યા મુજબ મરનાર એક અજાણ્યો પુરુષ ઉ.વ.આશરે ૩૫ વર્ષ જેના નામ સરનામાની ખબર નથી તે ફુલવાડી ગામની સીમમાં આવેલ મેઇન રોડનાં પુલની નીચે ગત રાત્રીનાં બારેક વાગ્યાથી સવારનાં આશરે અગિયારેક વાગ્યાનાં અરસામાં કોઇ પણ સમયે કોઇ લાંબી બિમારીથી કે ભુખ તરસથી મોત ને ભેટ્યો છે. રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
(9:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
