તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
નર્મદામાં ગરમીએ લીધો ભોગ : વાંસલા ગામમા આધેડ મહિલાનું આકરી ગરમીમાં લું લાગવાથી મોત

(ભરત શાહ દ્વારા)રાજપીપળા: નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકામાં આવેલા વાંસલા ગામની સીમમાં એક આધેડ ઉંમરના મહિલાનું ગરમીમાં લું લાગવાથી મોત થયું હતું
મળતી માહિતી અનુસાર હાલમાં નર્મદા જિલ્લામાં પડી રહેલી ૪૩, ૪૪ ડિગ્રી ગરમી માં જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે બપોરે રાજપીપળા શહેરના બજારોમાં કરફ્યુ જેવો સન્નાટો જોવા મળે છે વેપારીઓ પણ પોતાની દુકાનોમાં ગ્રાહકો ની રાહ જોઈ બેઠા હોય છે પરંતુ હદ વગરની ગરમીમાં કોઈ બહાર નિકળતું નથી ત્યારે ગતરોજ જિલ્લામાં એક આધેડ મહિલા ગરમીમાં લું લાગતા મોતને ભેટ્યા હતા
પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર સીતારામ જમનાપ્રસાદ શર્મા પુંજરી (સેવક) 9રહે.વાંસલા સુર્યમુખી હનુમાનજી મંદિર, તા. ગરૂડેશ્વર, જી.નર્મદા) નાઓએ પોલીસને જાણ કર્યા મુજબ એક અજાણી મહિલા (ઉ.વ-આ.૫૮) જેનું નામ સરનામું જણાય આવેલ ન હોય અને અસ્થિર મગજ જેવા હોય, અવાર નવાર મંદીર તરફ આવતા જતા હતા, અને વયોવૃધ્ધ હોય હાલમાં ઉનાળાની ગરમીના કારણે લુ-લાગવાથી તેમજ શરીરમાં પાણીનો શોષ પડવાના કારણે તા-૧૯/૦૫/૨૦૨૪ ના રોજ બપોરે ૧.૩૦ વાગ્યા પહેલાના સમયે વાંસલા ગામની સીમમા આવેલ સુર્યમુખી હનુમાનજી દાદાના મંદિરના કંપાઉન્ડમા મૃત હાલતમાં મળી આવતા ગરુડેશ્વર પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે
(9:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
