તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Monday, 20th May 2024
સાગબારા તાલુકાના પાડા ગામ પાસે ફોર વ્હીલ ગાડીએ મોટરસાઇકલને સામેથી ટક્કર મારતાં બેના મોત

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના પાડા ગામ પાસે એક ફોર વ્હીલ ગાડીના ચાલકે સામેથી આવતી મોટરસાઇકલને ટક્કર મારતાં બાઈક ઉપર જતા બે મિત્રોના મોત થયા હતા
મળતી માહિતી અનુસાર વિલાસભાઈ સામસીંગભાઈ વસાવા ( રહે,નવી નગરી આંજણવઈ ગામ તા.દેડીયાપાડા જી.નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ ફોર વ્હીલ વાન ગાડી નંબર GJ-22-A-8116 ના ડ્રાઇવરે તેના કબ્જામાંની ફોર વ્હીલ ગાડી પુરપાટ હંકારી લાવી તેમના ભાઈની મો.સા. નં.GJ-22-N-5861 ને સામેથી ટક્કર મારી એક્સીડેન્ટ કરી મરનાર અતુલભાઇ સામસિંગભાઇ વસાવા( રહે.નવી નગરી આંજણવઈ ગામ તા. દેડીયાપાડા જી.નર્મદા )તથા મરનાર સાવનભાઇ મોહનભાઇ વસાવા (રહે.બુધવાડા ગામ તા.સોનગઢ જી.તાપી) નાને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચાડી સારવાર દરમ્યાન બન્ને જણાનુ મોત નિપજાવવા વાન ગાડી સ્થળ ઉપર મુકી નાસી જઇ ગુનો કરતા સાગબારા પોલીસે ફોર વ્હીલ ના ચાલક સામે ગુનો દાખલ કર્યો છે.
(10:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
