<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

ભચરવાડા ગામે લગ્નમાં મોડી રાત્રે બેન્ડ વગાડનાર સામે ગુનો નોંધાયો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા: નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલાં ભચરવાડા ગામમાં લગ્નમાં મોડી રાત્રે બેન્ડ વગાડી લોકોને ખલેલ પહોંચનાર સામે રાજપીપળા પોલીસે ગુનો દાખલ કર્યો છે
   મળતી માહિતી અનુસાર રાજપીપળા પોલીસે બાતમીના આધારે ભચરવાડા ગામમાં તપાસ કરતા ત્યાં પ્રકાશભાઇ શાંતીલાલભાઇ વસાવા( રહે-વણઝર તા-નાંદોદ જી-નર્મદા)એ લગ્ન પ્રસંગમાં રાત્રીના મોડા સુધી વગર પરવાનગીએ પોતાના કબ્જાના આઇસર ટેમ્પો નંબર GJ-06-w-8115માં લાઉડ સ્પીકરો ગોઠવી ઉંચા અવાજે બેન્ડ વગાડી જાહેર જનતાને ખલેલ થાય તે રીતે ઘોઘાટથી ઉંચા અવાજે વગાડી વાતાવરણને ઘોંઘાટમય બનાવી જાહેર શાંતિનો ભંગ કરતા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.

(10:01 PM IST)