<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th May 2024

કનબુડી ગામમાં પતિએ આપઘાત કરવા પત્નીને મજબૂર કરતા સસરાએ જમાઈ વિરૂદ્ધ ફરિયાદ આપી

મારનાર યુવતી આ યુવક સાથે રિલેશનશિપમાં રહેતી હતી હજુ લગ્ન થયા ન હતા

(ભરત શાહ દ્વારા)રાજપીપળા:નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકાના કનબુડી ગામમાં ઝેરી દવા પી સારવાર દરમિયાન મોતને ભેટલી મહિલાના પિતાએ જમાઈએ આપઘાત માટે મજબૂર કરી હોવાની ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કર્યો છે
   મળતી માહિતી અનુસાર પરસોતમભાઇ હીરાભાઇ વસાવા(રહે,સોલીયા મંદિર ફળીયુ તા. દેડીયાપાડા જી. નર્મદા) નાઓ એ આપેલી ફરિયાદ મુજબ તેમની દીકરી હેતલબેન પરસોત્તમભાઇ હીરાભાઇ વસાવા અને નરેન્દ્રભાઇ ગોપાળભાઇ વસાવાની પત્ની (રહે.કનબુડી તા.દેડીયાપાડા જી.નર્મદા) નાને પતિ નરેન્દ્રએ  તુ શુ અહીયા બેઠી બેઠી ખાયા કરે છે. જા તારા માતા પિતાના ઘરે જતી રે, મારે તને રાખવી નથી તેમ કહી બોલાચાલી કરી પત્નીને માનસીક ત્રાસ આપી મરવા માટે મજબુર કરતા પત્ની આખરે કંટાળી જતા મરવા માટે મજબુર થઈ તેણે ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન મોત નિપજતાં ડેડીયાપાડા પોલીસે પતિ નરેન્દ્ર વસાવા સામે ગુનો દાખલ કર્યો છે.
 જોકે મરનાર દીકરીના પરિવારજનોના જણાવ્યા મુજબ તેમની દીકરી હેતલ ના હજુ લગ્ન થયા ન હતા ખાલી રિલેશનશિપ જેવું હતું અને હેતલ સાસરી માં આવ જાવ કરતી હતી સામા પક્ષ વાળા આવતા વર્ષે લગ્ન કરીશું તેવું કહેતા હતા પરંતુ લગ્ન થયા નહિ,  ત્યારબાદ હાલમાં રિલેશનશિપમાં રાખનાર યુવાને ત્રાસ આપતા હેતલે ઝેરી દવા પીધી કે કોઈકે પીવડાવી પણ તેમાં હેતલનું મોત થયું. જોકે મારનાર હેતલના પિતાએ આપેલી ફરિયાદ મુજબ પોલીસે નરેન્દ્રભાઇ વસાવાના પત્ની તરીકે હેતલબેન નો ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે

(10:06 PM IST)